

અતુલ વ્યાસ, જૂનાગઢ : આજે 3 ડિસેમ્બર, એટલે વિશ્વ વિકલાંગ દિન (world disability day). આ નિમિત્તે વીજ કંપની દ્વારા આશાદીપ ચેરીટેબલ ફાઉન્ડેશનને મિનિ બસ ભેટ આપવામા આવી. નોંધનીય છે કે, આશાદીપ ચેરિટેબલ ફાઉન્ડેશન 18 વર્ષથી ઉપરના માનસિક દિવ્યાંગોના પુનઃ ઉત્થાન માટે કામ કરે છે.


આજે વિશ્વ વિકલાંગ દિવસ આ ફાઉન્ડેશન માટે યાદગાર દિવસ બની ગયો છે. આશાદીપ ચેરીટેબલ ફાઉન્ડેશનને દિવ્યાંગોને કોઇપણ સ્થળે લઇ જવા માટે વાહનની ખૂબ જરૂરીયાત હતી. ત્યારે pgvcl કંપનીના csr ફંડ અંતર્ગત વાહન આપવાની દરખાસ્ત કરવામા આવી હતી. વીજ કંપની દ્વારા આ સંસ્થાની મુલાકાત લઈ તેની ઉપલી ઓફીસને પોઝીટીવ રિપોર્ટ આપતા 18 સીટની મીની બસ માટે 12 લાખ 92 હજારનુ અનુદાન આપવામાં આવ્યુ હતુ.


સમયગાળા દરમિયા ભાવ વધારો થતા સંસ્થાએ 3 લાખ 50 હજાર ઉમેરીને દિવ્યાંગો માટે મિનિ બસ લીધી હતી. આજે તેનુ લોકાર્પણ દિવ્યાંગોના હાથે કરાવવામા આવ્યું હતુ. આ મિનિ બસના લોકાર્પણ કાર્યક્રમમા સંસ્થાના એમ.ડી. બકુલ બૂચ, સંચાલક પૂર્ણા હેડાવ અને અન્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. સંસ્થાને મસમોટું અનુદાન આપવા બદલ વીજ કંપનીનો આભાર માન્યો હતો.


યુનાઇટેડ નેશન અને ડબલ્યુએચઓ સાથે રહીને એક મિશન શરૃ કર્યું જેમાં રાષ્ટ્રીય અને ગ્લોબલી વિકલાંગ વ્યક્તિઓને સારી જીંદગી કઇ રીતે પ્રાપ્ત અને વિકલાંગતા અંગે કઇ રીતે જનજાગૃતિ કેળવાય. આ દિવસ ઉજવાનો એક ખાસ હેતુ છે કે, વિકલાંગતાને સમજવી તેની ગરીમા જાળવવી, તેમના હકો અપાવવા આ સાથે વિકલાંગતા વિશે જાગૃતતા કેળવવી અને વિકલાંગ વ્યક્તિના જીવનના દરેક તબક્કે સમાજમાં તેનો સ્વિકાર થાય, આ ઉપરાંત દરેક વિકલાંગ વ્યક્તિઓ સમાજના દરેક પાસામાં સરળતાથી ભળે જે કે રાજકીય આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને આથી આ દિવસ ઇન્ટરનેશનલ ડિસેબીલીટી ડે તરીકે ઉજવાય છે. વર્ષ ૧૯૯૨થી ત્રીજી ડિસેમ્બર વિશ્વ વિકલાંગ દિવસ તરીકે ઉજવાય છે.