જૂનાગઢ લોકસભા અને માણાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુરુવારે રેશ્મા પટેલ તેમનાં સર્મથકો સાથે માણાવદર બેઠકનાં વંથલીનાં વોર્ડ નં. 1માં ચૂંટણી પ્રચાર માટે નીકળ્યા હતા. ત્યારે વોર્ડ નં. 1ના ભાજપનાં કાર્યકર દિપક વડાલીયાએ રેશ્મા સાથે ઉગ્ર બોલાચાલી કરી બાદમાં તેની ઉપર હુમલો કર્યો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. આ હુમલામાં રેશ્મા પટેલને ઇજા થતા તેઓ વંથલી ખાતેના સરકારી દવાખાનામાં દાખલ થયા છે. જ્યારે ભાજપના કાર્યકર્તાએ તેને ઉઠાવી જવા માટે રેશ્મા પટેલ પોતાના મળતિયાઓ સાથે આવી હતી અને તેને માર મારવાાં આવ્યો હતો. આ બનાવની જાણ થતા રેશ્મા પટેલનાં સમર્થકો દોડી ગયા હતા. એસપી સૌરભસિંઘે બનાવ અંગે તપાસ થઇ રહી હોવાનું જણાવ્યું હતું. (અતુલ વ્યાસ, જુનાગઢ)
બીજી તરફ ભાજપના કાર્યકર્તા અને વંથલી શહેર ભાજપ મહામંત્રી દિપક વડાલીયાએ જણાવ્યું હતું કે, હનુમાનના મંદિરે હતા હનુમાન જ્યંતિ હોવાથી સાફસફાઇ કરતા હતા. ત્યારે રેશ્મા પટેલ સાથે 10થી 12 મળતીયા આવ્યા અને મારો કાંઠલો પકડીને કહ્યું કે તું મહામંત્રી થઇ ગયો છે અને બહુ ભાજપનું કામ કરે છે. આજે તને ઉપાડી જવા માટે આવ્યા છીએ. એમ કહીં મારવા લાગ્યા હતા.