અતુલ વ્યાસ, જૂનાગઢ : કોરોના મહામારી વચ્ચે પણ ગિરનાર પર લોકો નો રાફડો ફાટયો છે. ગિરનાર રોપ વે શરૂ થયા ને એક મહીનો પૂર્ણ થતા 75 હજાર લોકોએ રોપવે ની સફર કરી મા અંબા ની શક્તિ પીઠ ના દર્શન કર્યા પી. એમ મોદીએ ગત 24 ઓક્ટોબર ના રોજ એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ વે નુ ઈ લોકાર્પણ કર્યું હતુ અને સી. એમ વીજય રૂપાણી એ જૂનાગઢ આવી રોપ વેમા સફર કરી મા અંબા ના દર્શન કર્યા હતા .
ત્યારબાદ 25 ઓક્ટોબર થી લોકો માટે રોપવે ખૂલલો મુકવામાં આવ્યો હતો અને લોકો કોરોના ભૂલી રોપ વે મા સફર કરવા ઉમટી પડ્યા હતા અને એક મહીના મા જૂનાગઢ તેમજ બહારના મળી 75 હજાર થી વધુ પ્રવાસીઓ એ રોપ વે ની મુલાકાત લીધી છે સાથે અમુક પ્રવાસીઓ ને ગિરનાર મા વસવાટ કરતા એશિયાટિક સિંહો પણ જોવા મળ્યા હતા ત્યારે લોકોને વધુ મનોરંજન મળે તે માટે ઉષા બ્રેકો કંપની દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.
ઉષા બ્રેકો કંપની ઉડન ખટોલા દ્વારા પ્રવાસીઓના આકર્ષણ માટે વિવિધ પ્રયાસો બાળકો માટે રોપવે આકર્ષણ બની રહે તે માટે અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે રોપવે અપર સ્ટેશન અંબાજી મંદિર પરિસરમાં બાળકોના મનોરંજન માટે મિકી માઉસ, ગોટલા પોટલા જેવા કાર્ટુન કેરેક્ટર દ્વારા કરાઈ રહ્યું છે મનોરંજન બાળકો પણ કાર્ટુન કેરેક્ટર સાથે મોજ મસ્તી કરતા આનંદનો અનુભવ કરી રહ્યા છે
જૂનાગઢના ગિરનાર પર્વત પર આજથી શરૂ થયેલા રોપ-વેના લોઅરથી અપર સ્ટેશન વચ્ચેનું અંતર 2126.40 મીટર છે. રોપ-વેની ટ્રોલી લોઅર સ્ટેશનથી નીકળ્યા બાદ ગિરનાર જંગલ તથા પથ્થરોની શિલાઓ પરથી પસાર થાય છે. રોપ-વેની સફર દરમ્યાન ગિરનારની પર્વતમાળામાં ફેલાયેલી લીલોતરી તેમજ ગિરનારની બાજુમાં આવેલા હસ્નાપુર ડેમ શહેર અને ભવનાથ તળાવનો અદ્ભુત નજારો તેમજ રોમાંચનો અનુભવ થાય છે. ગિરનારના શિખર પર પગથિયા ચડી જતાં ચારથી પાંચ કલાક માત્ર જવામાં જ થાય છે. તે રોપ-વેમાં માત્ર 15 મિનિટમાં આવ-જા થઈ શકે છે.
રોપ-વેની ટિકિટ 700 રૂપિયા બાળકો માટે 250 તેમજ વન - વે ટિકીટના 400 રાખવામાં આવી છે, પરંતુ ટિકીટના દર ઘટાડવામાં આવે એવી માંગ ઉઠી હતી. જૂનાગઢના ગિરનારની પર્વતમાળા અને જંગલ વચ્ચેથી પસાર થતી રોપ-વે ટ્રોલીમાં લોઅરથી અપર સ્ટેશન સુધી ટ્રોલીને પહોંચતા સાડા છથી સાત મિનિટ અને અપરથી લોઅર સ્ટેશન સુધી ટ્રોલીને પરત આવતા પાંચથી છ મિનિટ થાય છે. જોકે, ભાવ વધારાની બૂમો વચ્ચે પણ 75000 વ્યક્તિએ ગિરનાર રોપવેની મુસાફરી કરી છે