

અતુલ વ્યાસ, જૂનાગઢઃ કોરોના વાયરસના (coronavirus) કહેર વચ્ચે મહિનો સુધી બંધ રહ્યા બાદ સ્કૂલોને ખોલવામાં આવી છે. ત્યારે કોરોનાના ભય વચ્ચે સ્કૂલો ખોલતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં કોરોના ફેલાય એનો ભય જોવા મળ્યો હતો. જોકે, શાળાઓ ખૂલ્યા બાદ જૂનાગઢ (junagadh) જિલ્લામાં આવેલા કેશોદમાં (keshod) ટ્રસ્ટ સંચાલિત એક સ્કૂલમાં 11 વિદ્યાર્થિનીઓને કોરોનાના લક્ષણો (girl student corona positive) જોવા મળતા ફફડાટ ફેલાયો હતો.


મળતી માહિતી પ્રમાણે કેશોદમાં આવેલી ટ્રસ્ટ સંચાલિત કે.એ. વણપરિયા કન્યા વિનય મંદિરમાં 11 વિદ્યાર્થિનીઓને કોરોના પોઝિટિવના લક્ષણો જોવા મળ્યા હતા. જેના પગલે સ્કૂલ સંચાલકો સહિત વાલીઓમાં ફફડાટ ફેલાયો હતો.


સ્કૂલમાં પ્રવેશતાં પહેલા ધોરણ 10-12ની વિદ્યાર્થિનીઓને ટેસ્ટ કરતા 11 વિદ્યાર્થિનીઓ પોઝિટિવ નીકળી હતી. એક જ સ્કૂલમાં અભ્યાસ કરતી 3 હોસ્ટેલની અને 8 શહેરની મળીને કુલ 11 વિદ્યાર્થિનીઓ કોરોનાના લક્ષણ જોવા મળ્યા હતા.


ઘટનાની જાણ થતાં જ અર્બન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. વધુ મળતી માહિતી પ્રમાણે કુલ 122 વિદ્યાર્થિનીઓના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 11 વિદ્યાર્થિનીઓમાં લક્ષણો જોવા મળ્યા હતા.