કિંજલ કારસરીયા, જામનગર: છેલ્લા થોડા સમયથી સૌરાષ્ટ્રમાં મેઘતાંડવને કારણે જનજીવન અસ્તવ્યવસ્ત થઇ ગયું છે. વરસાદ એટલો પડ્યો કે નદી-નાળાથી લઇને ચેકડેમ અને તમામ મોટા ડેમો છલકાઇ ગયા છે. નદીઓ બે કાંઠે વહી રહી છે. જો કે આશિર્વાદ સમાન વરસાદ ટૂંક સમયમાં જ આફત બન્યો હોય તેવો ઘાટ સૌરાષ્ટ્રમાં સર્જાયો. એક પછી એક અનેક લોકો તણાઇ ગયાની ઘટના સામે આવી તો જામનગરના અલિયાબાડા ગામની નદીમાં ડૂબી જવાને કારણે બે લોકોનાં મોત થયાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
જામનગરના અલિયાબાળાની નદીમાં ડૂબી જતાં બે ના મોત થયાનું સામે આવ્યું છે. પ્રાપ્ત વિગત પ્રમાણે બાળાના વતની અજીતસિંહ જાડેજા અને લાલપુરના કોળી પ્રૌઢ કેશુભાઈ લીલાપરા અલિયાબાળાની નદીમાં ડૂબ્યા હોવાનું જાણવા મળ્યું છે. બંનેના મૃતદેહને નદીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અંગે જામનગરની ગુરુગોવિંદસિંઘ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
જામનગર નજીક આવેલા અલિયાબાળા ગામની નદીમાં ડૂબી જતાં બે વ્યક્તિના મોત થયા છે. બંને વ્યક્તિના મૃતદેહોને નદીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે જામનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગત મુજબ ગઈકાલે બપોર બાદ બાળા ગામે રહેતા અજીતસિંહ ઉમેદસિંહ જાડેજા (ઉ.વ.42) અને લાલપુરના કોળી પ્રૌઢ કેશુભાઈ મગનભાઈ લીલાપરા (ઉ.વ.50)બન્ને આલિયાબાળા નજીક આવેલા ચેકડેમની પાળી પરથી જઈ રહ્યા હતા ત્યારે એકનો પગ લપસતા નદીમાં ડૂબવા લાગતા બીજાએ પણ બચાવવા માટે નદીમાં છલાંગ લગાવી હતી. જેથી બન્ને ડૂબવા લાગ્યા હતા અને તેઓના મૃતદેહને સ્થાનિકોએ બહાર કાઢ્યા હતા.