

કિંજલ કારસરીયા, જામનગર: જામનગરમાં જેલ (Jamnagar jail) બહાર છુટેલા આરોપીઓ અને જાનથી મારી નાખવા આવેલા હથિયારધારી ટૂકડી હત્યાના ગુન્હાને અંજામ આપે તે પહેલા જ એલ.સી.બી.એ ત્રાટકી હત્યાનો પ્લાન નિષ્ફળ બનાવ્યો છે. અને દેશી તમંચા તેમજ તિક્ષ્ણણ હથિયારોના જથ્થા સાથે સાત શખ્સોને દબોચી લીધા છે.


જામનગરમાં મકરસંક્રાંતિ (makarsankranti) પહેલાં જ હત્યાનો બનાવ બને તે પહેલાં જ પોલીસે હથિયારો સાથે પ્લાન કરી બેઠેલા પાંચ શખ્સોને દબોચી હથિયારોનો (weaponse) મોટો જથ્થો ઝડપી પાડયો છે. જામનગરના પવનચક્કી વિસ્તારમાં આવેલી જેલ પાસે કેટલાક વાહનોમાં શંકાસ્પદ લોકો હથિયાર સાથે હોવાની એલસીબીને બાતમી મળી હતી.


જેથી જામનગરના એસપી દીપેન ભદ્રન ની સૂચનાથી એ.એસ.પી નિતેશ પાન્ડે દ્વારા આ અંગે એલસીબીને સુચના આપતા એલ.સી.બી.નો કાફલો તાબડતોબ જેલ નજીક પહોંચ્યો હતો. અને પોલીસે અહીંથી સાત જેટલાા શખ્સોને દેશી તમંચા અને તીક્ષ્ણ હથિયારો લઈ આવ્યા હતા ત્યારે જ એક ઇકો કાર સાથે ઝડપી પાડ્યા હતા.


જામનગરમાં અગાઉ જૂની અદાવતનો ખાર રાખી જેલમાંથી છુટી રહેલા તુષાર ઉર્ફે રાજુ, લક્ષ્મણ ઉર્ફે અજય અને રાજભા સોલંકી પર જાનથી મારી નાખવાના ઈરાદે બે દેશી તમંચા અને તિક્ષણ હથિયારો સાથે જુદા જુદા વાહનોમાં આવેલા એક ડઝનથી વધુ લોકો હુમલો કરવા માટે તૈયાર હતા.


ત્યારે જ એલસીબીએ તાત્કાલિક ત્રાટકી જિલ્લા જેલ નજીકથી એક ઇકો કાર અને તેમાં હથિયારો સાથે રહેલા ઈકબાલ સંધિ, આસિફ સંધિ, રાજેન્દ્રસિંહ જાડેજા, અયાઝ અયુબભાઈ ખફી, હાજી અયબ ખફી સુમરા અને બે સગીર વયના કાયદાથી સંઘર્ષશીત કિશોરને ઝડપી હત્યાનો પ્લાન નિષ્ફળ બનાવ્યો છે.