કિંજલ કારસરીયા, જામનગર : જામનગરમાં હોળીના (Jamnagar) પર્વ નિમિતે વિશ્વવિખ્યાત 25 ફૂટની વિશાળ હોલિકાનું (25 feet Tall Holika Dahan in Jamnagar) રંગે ચંગે દહન કરવામાં આવ્યું હતું. હોળીના પર્વે સવારે વિશાળ હોલિકાની શોભા યાત્રા (Holik Shobhayatra) ભોઈવાળા વિસ્તારમાં (Bhoiwala Area Jamnagar) આવેલા ભોઇ જ્ઞાતિની વાડી ખાતેથી નીકળી હતી. વાજતે ગાજતે ડીજેના તાલે ભોઈ જ્ઞાતિના નાના બાળકોથી લઇ યુવાનો જુદા જુદા અંગ કસરતના દાવ રજૂ કરી આ શોભાયાત્રામાં જોડાયા હતા.