જામનગરમાં ક્રિકટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા પર પોલીસમેને હુમલોની ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે. રીવાબા મિકેનિકલ એન્જિનિયર છે અને લગ્ન પહેલા યુપીએસસીની તૈયારી કરતા હતા. રીવાબા પિતા હરદેવસિંહ સોલંકી અને માતા પ્રફૂલ્લાબાના એક માત્ર સંતાન છે. બધા સંયુક્ત પરિવારમાં રહતાં હતા. જેમાં કાકાનો પરિવાર પણ સામેલ છે. દાદા નથી જ્યારે દાદી હયાત છે.