કિંજલ કારસરીયા, જામનગર: કોરોનાના કપરા કાળ વચ્ચે અનેક લોકોના ધંધા-રોજગાર (Business) ભાંગી પડ્યા છે. અનેક લોકોના ધંધા ફરીથી પાટે નથી ચઢ્યા. જામનગર (Jamnagar)માં છેલ્લા સાત વર્ષથી સ્કૂલ વેનનો વ્યવસાય કરી ગુજરાન ચલાવતા શૈલેષભાઈ કુબાવતે (Shaileshbhai Kubavat) શાળા-કોલેજ બંધ થતાં ફરસાણનો વેપાર (Namkeen business) શરૂ કરી નવા ધંધા થકી આત્મનિર્ભર (Atmanirbhar) બની રહ્યા છે. જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલ સિદ્ધિવિનાયક પાર્કમાં રહેતા શૈલેષભાઈ કુબાવતના પરિવારમાં ચાર સભ્યો છે.
બંને બાળકોના અભ્યાસ અને પરિવારના ગુજરાતની ચિંતા કરતા પરિવારના આધારસ્તંભ સમાન શૈલેષભાઈ અગાઉ સાત વર્ષ સુધી જામનગરની જ્ઞાનગંગા સ્કૂલમાં વિદ્યાર્થીઓને ત્રણ ફેરા કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. 50 થી 70 જેટલા વિદ્યાર્થીઓને શાળાએ પહોંચાડી અને અભ્યાસ પૂર્ણ કર્યા બાદ શાળાએથી ઘર સુધી પહોંચાડીને મહિને 12થી 15 હજાર રૂપિયા જેટલી આવક મેળવતા હતા.
આ વેપારથી મહિને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે પહેલાની માફક 12થી 15 હજાર જેટલો નફો મેળવી આત્મનિર્ભર બન્યા છે. પોતાની મહેનત થકી કોરોનામાં ધંધા-રોજગાર બંધ થઈ ગયેલા હોય તેવા અન્ય લોકો માટે શૈલેષભાઈ પ્રેરણાસ્ત્રો બન્યા છે. તેઓએ સ્કૂલ વેનમાં જ ફરસાણનો ધંધો શરૂ કરીને નવી જ કેડી કંડારી છે. આ રીતે સ્કૂલ વેન ચાલક શૈલેષભાઈ પોતાનો વ્યવસાય બંધ થતાં આફતને અવસરમાં પલટી અન્ય લોકો માટે પણ પ્રેરણા આપી છે.