Home » photogallery » kutchh-saurastra » જામનગરના આ વૃદ્ધાશ્રમમાં વૃદ્ધ મહિલાઓને મળે છે હુંફ, સરળતાથી કરે છે જીવનનિર્વાહ

જામનગરના આ વૃદ્ધાશ્રમમાં વૃદ્ધ મહિલાઓને મળે છે હુંફ, સરળતાથી કરે છે જીવનનિર્વાહ

Inspirational news: જામનગરમાં મહંત દેવપ્રસાદજી મહારાજના નેજા હેઠળ ચાલતી આ ધાર્મિક સંસ્થાના મહિલા વૃદ્ધાશ્રમમાં ફરજ બજાવતા કર્મચારીઓ પણ ઘરની જેમ મહિલા વડીલોની માતૃત્વ ભાવે સેવા કરી અનેરૂ ભાથું બાંધી રહ્યા છે.

  • 17

    જામનગરના આ વૃદ્ધાશ્રમમાં વૃદ્ધ મહિલાઓને મળે છે હુંફ, સરળતાથી કરે છે જીવનનિર્વાહ

    કિંજલ કારસરીયા, જામનગર : સૌરાષ્ટ્રના એક માત્ર જામનગરમાં (Jamnagar) આવેલા આણંદાબાવા મહિલા વૃદ્ધાશ્રમમાં (Anandbava Mahila Vrudhashram) રાજ્ય સરકારના બાળ અને મહિલા વિકાસ વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ અંતર્ગત વૃદ્ધાવસ્થામાં મહિલાઓ આસાનીથી ઘરની જેમ પોતાની જિંદગી પસાર કરી રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 27

    જામનગરના આ વૃદ્ધાશ્રમમાં વૃદ્ધ મહિલાઓને મળે છે હુંફ, સરળતાથી કરે છે જીવનનિર્વાહ

    છોટી કાશી ગણાતા જામનગરમાં લીમડા લાઈન ખાતે આણંદાબાવા સેવા સંસ્થા સંચાલિત સૌરાષ્ટ્રની એક માત્ર મહિલા વૃદ્ધાશ્રમ સંસ્થા ચાલી રહી છે. જીવનના તડકા-છાંયા વચ્ચે સમાજમાં એકલવાયા જીવન ગાળવું ન પડે તે માટે અનોખી સંસ્થા ચાલી રહી છે.

    MORE
    GALLERIES

  • 37

    જામનગરના આ વૃદ્ધાશ્રમમાં વૃદ્ધ મહિલાઓને મળે છે હુંફ, સરળતાથી કરે છે જીવનનિર્વાહ

    રાજ્ય સરકાર દ્વારા મહિલા વૃદ્ધ આશ્રમ યોજના અંતર્ગત સમાજમાં કઇંક અંશે સંતાનો દ્વારા માતા-પિતાની ઉપેક્ષા થતી હોઇ આવા કિસ્સામાં ડબલ્‍યુસીડી દ્વારા તરછોડાયેલા માતા-પિતા માટે વિશેષ સહાયતા ઊભી કરવામાં આવી રહી છે.

    MORE
    GALLERIES

  • 47

    જામનગરના આ વૃદ્ધાશ્રમમાં વૃદ્ધ મહિલાઓને મળે છે હુંફ, સરળતાથી કરે છે જીવનનિર્વાહ

    રાજ્ય સરકાર દ્વારા ઓલ્‍ડ એજ હોમ પણ ઊભાં કરવામાં આવ્‍યા છે. ત્યારે જામનગરમાં સરકારી ગ્રાન્ટ થકી આણંદાબાવા મહિલા વૃદ્ધ આશ્રમ કાર્યરત છે. જ્યાં સરકારની વિવિધ યોજનાઓ થકી વૃદ્ધાવસ્થામાં મહિલાઓ જીવનનિર્વાહ વિતાવી રાજીપો વ્યક્ત કરી રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 57

    જામનગરના આ વૃદ્ધાશ્રમમાં વૃદ્ધ મહિલાઓને મળે છે હુંફ, સરળતાથી કરે છે જીવનનિર્વાહ

    જામનગરમાં આણંદાબાવા મહિલા વૃદ્ધાશ્રમમાં વસવાટ કરતા મહિલાઓએ જ્યારે તેઓની મુલાકાત લેવામાં આવી ત્યારે કહ્યું કે, ઘરને બદલે સ્વર્ગ જેવી સુંદર વ્યવસ્થાઓ વચ્ચે સરકારની વિવિધ યોજનાઓથી સંસ્થાની સુવાસ મેળવી તેઓ ખુશખુશાલ છે.

    MORE
    GALLERIES

  • 67

    જામનગરના આ વૃદ્ધાશ્રમમાં વૃદ્ધ મહિલાઓને મળે છે હુંફ, સરળતાથી કરે છે જીવનનિર્વાહ

    ત્યારે જામનગરમાં મહંત દેવપ્રસાદજી મહારાજના નેજા હેઠળ ચાલતી આ ધાર્મિક સંસ્થાના મહિલા વૃદ્ધાશ્રમમાં ફરજ બજાવતા કર્મચારીઓ પણ ઘરની જેમ મહિલા વડીલોની માતૃત્વ ભાવે સેવા કરી અનેરૂ ભાથું બાંધી રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 77

    જામનગરના આ વૃદ્ધાશ્રમમાં વૃદ્ધ મહિલાઓને મળે છે હુંફ, સરળતાથી કરે છે જીવનનિર્વાહ

    સૌરાષ્ટ્રમાં સેવાભાવી સંસ્થાઓ અનેકવિધ સેવા કાર્યો કરે છે. ત્યારે જ બાળ અને મહિલા કલ્યાણ વિભાગ દ્વારા વિવિધ સરકારી યોજનાઓથી જામનગરનું એકમાત્ર મહિલા વૃદ્ધાશ્રમમાં અનેકવિધ વૃદ્ધ મહિલાઓ માટે પણ સારું કાર્ય થઈ રહ્યું છે અને સરકાર અને સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિથી વૃદ્ધ મહિલાઓ પણ ખુશખુશાલ છે.

    MORE
    GALLERIES