

કિંજલ કારસરીયા, જામનગર: જામનગર-ખંભાળીયા હાઇ-વે પર પડાણા નજીક બે ટ્રકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મૃત્યુ નિપજયું હતું. જામનગરના ખંભાળિયા હાઇવે પર પડાણા પાટીયા નજીક મોડી રાત્રે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતની જાણ થતાં જ સિક્કાની 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. અને તાત્કાલિક ક્રેન સહિતની મશીનરી બોલાવી ટ્રકમાંથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.


મોડી રાત્રે બે ટ્રકો અથડાતાં હાઈવે પર થોડીવાર માટે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો અને તાત્કાલિક પોલીસ કાફલો દોડી ટ્રાફિક ખુલ્લો કરાવી વાહન વ્યવહાર કાર્યરત કરાવ્યો હતો. આ અકસ્માતમાં 50 વર્ષીય અજાણ્યા વ્યક્તિ નું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે તેની સાથે ઝારખંડના 27 વર્ષીય યુવાન રિસલત ખલીફા ને ગંભીર ઈજાઓ થઈ હતી જેને સારવાર માટે 108 ની ટીમે ખસેડયો હતો.


જામનગરના ખંભાળિયા હાઇવે પર પડાણા પાટીયા પાસે મુરલીધર હોટેલ નજીક રાત્રે બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાંથી ડ્રાઈવર નું ઘટનાસ્થળ વ જ મોત નીપજ્યું હતુ અને એની સાથેના એક વ્યક્તિ ને ઇજા થવાથી બન્ને ને સારવાર માટે જામનગર ની જીજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.