ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થઇ ગયું છે પરંતુ રાજ્યના ઘણા જિલ્લાઓ એવા છે જ્યાં હજુ પણ જગતનો તાત વરસાદની રાહ જોઇ રહ્યો છે. જોકે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને બાદ કરતા રાજ્યમાં ક્યાંય સારો વરસાદ થયો નથી પરંતુ આ દરમિયાન આજે રાજકોટના ગોંડલમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે. શહેરમાં ચારેકોર મેઘરાજાની મહેર થઇ છે અને શહેર આખામાં પાણી જોવા મળી રહ્યું છે.