દિનેશ સોલંકી, ગીર સોમનાઃ ગીર સોમનાથના (Gir somanth) તાલાલા ગીરના રસુલપર (talala gir rasulpur) ગામ નજીક માલઢોર ચરાવવા જેવી નજીવી બાબતે બે શખ્સોએ સાસણના યુવકની કુહાડીના ઘા ઝીકી કરી (young man was stabbed to death) હત્યા. વહેલી સવારે બનેલ હત્યાની ઘટનાથી પંથકમાં ચકચાર સાથે અરેરાટી. બંન્ને આરોપી શખ્સોને પોલીસે (police) ગણતરીના કલાકોમાં ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી.
પોલીસની પ્રથામીક તપાસમાં તાલાલા ગીરના શિરવાણ ગામની સીમમાં માલઢોર ચરાવવા બાબતના મનદુ:ખમાં વાડલા ગામના દિનુ બચુ મીર અને રસુલપરા ગામના ફિરોઝ મકવાણા નામના બંન્ને યુવકો સાસણ ગીરના યુવક હુસેન બ્લોચની કરપીણ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જેના પગલે ગણતરીના કલાકોમાં જ પોલીસે બંન્ને આરોપી યુવકોની અટકાયત કરી છે.