દિનેશ સોલંકી, ગીર સોમનાથઃ દિવાળીના તહેવારને (Diwali festival) આડે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે ફરવા માટે શોખીન ગણાતા ગુજરાતી લોકો દિવાળીના વેકેસનમાં (diwali vacation) ફરવા નીકળી જતા હોય છે. જો તમને પણ દિવાળીના વેકેશનમાં દીવ (diu) ફરવા જવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. છેલ્લા બે વર્ષથી કોરોનાના કહેરને લઈ પ્રવાસન સ્થળ દીવના વેપારીઓ અને હોટેલ માલિકો આર્થિક રીતે પડી ભાંગ્યા છે. કોરોનામા લોકડાઉન અને ત્યાર બાદ વધારે પડતા નોમ્સ તેમજ લોકોની અંદર કોરોનાનો ડરને લઈ દીવમાં પ્રવાસીઓ (Tourists)આવવાનું ટાળી રહ્યા હતા.
દેશભરમાં 105 કરોડથી વધુ વેકસીનેશન થઈ જતા સરકરે પણ થોડો રાહતનો શ્વાસ લીધો છે. અને થોડી છૂટછાટ આપી છે. અને હોટેલોના સ્વિમિંગ પુલ અને દરિયામાં ચાલતી આહલાદક અલગ રાઈડોને છૂટછાટ આપતા પ્રવાસીઓ હવે મન ભરી ને મજા માણવા લાગ્યા છે. ખૂબ લાંબા સમય થી નાગવા અને ઘોઘલા બીચ પરના વોટર સ્પોટ કોવિડના કારણે બંધ હતા.