દિનેશ સોલંકી, ગીરસોમનાથ : ગીર સોમનાથ (gir Somanth) જિલ્લાના કોડિનાર (Kodinar) તાલુકાના બોડવા (Bodva) ગામે ગ્રામ પંચાયતના (Panchayat Woman Member) મહિલા સદસ્યની તિક્ષ્ણ હથિયારના ઘા મારી ઘાતકી (Murder) હત્યા કરવામાં આવી છે. બોડવા ગામના સરપંચના કેહવા મુજબ ગ્રામપંચાયતમાં સદસ્ય તરીકે ફરજ બજાવતા નંદુબેન મજૂરી કામ માટે મજૂરના લઈ જવાનું કામ કરતા હતા. અને ગત સાંજે તે મજૂરોને ઘરે મજૂરી ચૂકવવા ગયા હતા પરંતુ રાત સુધી ઘરે ન આવતા શોધખોળ હાથ ધરી હતી.
આ અંગે ગામના સરપંચ ગોરધનભાઈએ જણાવ્યું હતું કે 'અમે આખી રાત તેમની શોધખોળ કરી પરંતુ તેમનો પતો ન મળ્યો. વહેલી સવારે ફોન આવ્યો કે એક બહેનની લાશ ખેતરમાં પડી છે. અમે જઈને ચકાસ્યું તો તે નંદુબહેન હતા. તેમની છાતી પર તીક્ષ્ણ હથિયારના ઘા જોવા મળ્યા હતા. પોલીસ એમનું મોબાઇલ લોકેશન અથવા કોલ ડિટેલ કાઢશે તો હત્યાની તુરંત ખબર પડે એવું લાગે છે.'
બોડવા ગામે મહિલા સદસ્ય ની હત્યા ને લઈ કોડીનાર પીઆઇ, એલસીબી તેમજ ડીવાયએસપી સહિતની ટિમો બોડવા પહોંચી હતી. અને મૃતદેહનું પંચનામું કરી પીએમમાં ખસેડવા તજવીજ હાથ ધરી હતી. તેમજ ડીવાયએસપીના કેહવા મુજબ નંદુબહેન રાત્રીના ગાયબ થયા તેમના શરીર પર ચપ્પુના અનેક ઘા મળી આવ્યા છે. પોલીસે પ્રાથમિક તપાસ કરી હત્યા ની દિશા મા તપાસ શરૂ કરી છે.
મૃતકની લાશની આસપાસ લોહી ન જોવા મળ્યું અને તેમના ચપ્પલ 100 મીટર દૂર જોવા મળ્યા જ્યા લોહીના નિશાન પણ હતા. જોકે એવી શંકા પણ થઈ રહી છે કે મૃતક મહિલા સદસ્યને અન્ય જગ્યાએ મારી ખેતરમાં ફેંકી દેવાયા હોઈ શકે છે. ત્યારે હાલ તો પોલીસે તમામ દિશામાં તપાસ નો ધમધમાટ શરૂ કર્યો ત્યારે વધુ બાદ જ સત્ય શુ છે તે બહાર આવશે.