પ્રાચી તીર્થમાં આજે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. કારણ કે, આજે શ્રાવણ માસનો અંતિમ દિવસ અને ભાદરવી અમાસને કારણે અહીં પિતૃ કાર્ય માટે શુભ સ્થળ માનવામાં આવે છે. કારણ કે, પ્રાચી ગામમાં ઐતિહાસિક પીપળો આવેલો છે. શ્રીમદ્દ ભાગવતમાં આ પીપળાનું ખાસ મહત્વ વર્ણવેલું છે. આજે ભાદરવી અમાસને લઈને લઈને હજારો લોકો પિતૃતર્પણ માટે પ્રાચી આવ્યા છે.