દિનેશ સોલંકી, ગીર સોમનાથ (Gir Somnath) : તાલાળામાં ધોધમાર મોડી રાત્રે 6 ઈંચ વરસાદ (Talala Rainfall)થી સર્વત્ર જળ બંબાકાર, પ્રાંચીની સરસ્વતી નદીમાં ઘોડાપૂર (prachi saraswati river Flood)થી માધવરાય ભગવાન (Madhavray Temple Flood) થયા જળમગ્ન.તો મેઘરાજા મન મુકીને વરસતા ખેડૂતોમાં ખુશી (Farmers Happy).
છેલ્લા 48 કલાકથી ગીરમાં મેઘરાજા મન મૂકી વરસી રહ્યાં છે. ગીરનાં તાલાળા માં 48 કલાકમાં અંદાજે 10 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.જેમાં પણ રાત્રે શરૂ થયેલો વરસાદ સવાર પડતા એક સાથે 6 ઈંચ જેટલો ખાબકી જતા સરસ્વતી નદી ગાંડીતુર બની છે. અને સિઝનનું ત્રીજું પુર સરસ્વતી નદીમાં આવ્યું છે. જેને લઈ સુત્રાપાડાનાં પ્રાંચી તીર્થે આવેલું ભગવાન માધવરાયજીનું મંદિર સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે.
કુદરત ધારે તો શું ન કરી શકે? હજુ થોડા દિવસ પહેલા જ જિલ્લાનાં ઉમરેઠી ગામ પાસે આવેલો હિરણ-2 ડેમ સાવ ખાલી ખંમ હતો. પરંતુ મેઘરાજાએ ભરપૂર હેત વરસાવતા આ ડેમ 80 ટકા જેટલો ભરાઈ ગયો છે. આ ડેમ દ્વારા 5 લાખ જેટલા લોકોને પીવાનું પાણી મળે છે તો ઉદ્યોગોને પણ પાણી આપવામાં આવે છે. ગાંડી ગીરનાં મોટાભાગનાં નદી નાળાઓ છલકાઈ ગયા છે.
ગીર માંથી નીકળતી હિરણ,કપિલા અને સરસ્વતી નદી બે કાંઠે વહી રહી છે. તો અનેક ગામડાઓ પાણી પાણી બની ગયા છે.વોકળાઓ છલકાઈ ગયા છે.તો ગીરનાં ઝરણાઓ પણ ખળ ખળ વહી રહ્યાં છે. તો ભાદરવા માં ભરપૂર થતા પ્રાચી તીર્થ ખાતે પિતૃકાર્ય કરવા આવતા યાત્રીઓ પણ ખુશ ખુશાલ થયા છે. પિતૃકાર્ય ની સાથે બે કાંઠે વહેતી સરસ્વતી નદીનો આનંદ ઉઠાવી રહ્યા છે.