દિનેશ સોલંકી, ગીર સોમનાથઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ (Prime minister Narendra modi) વીડિયો કોન્ફરન્સના (Video conferencing) માધ્યમથી ગીર સોમનાથ કલેકટર સાથે વાત કરી. દેશના વડા પ્રધાને ગીર સોમનાથ (Gir somnath) સહિત દેશના 5 જેટલા વિકાસશીલ જિલ્લાનાં કલેક્ટર (District Collector) સાથે વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી ટુરિઝમને લઈ સંવાદ કર્યો હતો. ગીર સોમનાથમાં આવતા યાત્રીઓની સુવિધામાં કઈ રીતે વધારો કરી શકાય તેને લઈ કરાય ચર્ચા.
આજે દેશના વડા પ્રધાન અને ગુજરાતનાં પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશના 5 જેટલા વિકાસશીલ જિલ્લાનાં કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી જોડાય સંવાદ કર્યો હતો.અને હજુ વધુ કઈ રીતે જિલ્લાને ટુરિઝમ ક્ષેત્રે આગળ વધારી શકાય અને યાત્રી સુવિધામાં વધારો કરી શકાય તે બાબતે ચર્ચા કરવા આવી હતી. જેમાં ખાસ કરીને સોમનાથ આવતા યાત્રીઓ માટે.
ગીર સોમનાથ જિલ્લા કલેકટર સાથે વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી એ વિગત જાણી હતી કે ગીર સોમનાથ જિલ્લામાં કેટલા દર્શનીય અને પર્યતાનીય સ્થળો છે.આ ઉપરાંત સોમનાથ માટે હજુ શુ કરવું ઘટે છે.આ ઉપરાંત ખાસ કરીને સોમનાથ આવતા યાત્રીઓની સુવિધા માટે ટુરિઝમ ક્ષેત્રે હજુ વધુ શુ કરી શકાય તે અંગે માર્ગદર્શન આપી સલાહ સૂચનો કર્યા હતા.