દિનેશ સોલંકી, ગીરસોમનાથ : ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર તાલુકામાં આવેલા છાછર ગામે ગત રાત્રે ચોક્કસ કોમનાં ટોળા દ્વારા આરએસએસનાં (RSS Workers Attacked in Chachar Village) 5 જેટલા કાર્યકરો પર હુમલો થતા છાછરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ.રામ મંદિર નિર્માણ નિધિ એકત્ર કરવા ગયેલા આરએસએસ નાં કાર્યકરો પર હુમલો થયો છે. આ હુમલાના પગલે છાછર ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે.
આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર તાલુકાનાં છાછર ગામનાં.જ્યાં ગત રાત્રે આર એસ એસ ના 5 જેટલા કાર્યકરો પર એક ચોક્ક્સ કોમનું ટોળું તૂટી પડ્યું હતું.પથ્થરથી હુમલો કરતા તમામને નાના મોટી અને ગંભીર ઈજાઓ થતા પ્રથમ કોડીનારની રા.ના.વાળા હોસ્પિટલે અને ત્યારબાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ હોસ્પિટલ ખસેડાયા છે.
2છાછર ગામે રહેતી પ્રજાપતિ મહિલાનું કહેવું છે કે તેઓનાં માતાનું અવસાન થતા ઘરે ઉત્તરક્રિયાની વિધિ હતી.તેમાં સહભાગી થવા સંઘ કાર્યકરો આવ્યા હતા.તેમનો દીકરો બે દિવસ પહેલા દવા લેવા ગયો ત્યારે તેના પર અસામાજિકો એ હુમલો કર્યો હતો.જે મામલે આજે સમાધાન કરવાનું હતું પરંતુ અચાનક ફરી ટોળું આવ્યું અને અમને બચાવવા આવેલા સંઘના કાર્યકરો પર હુમલો કર્યો.
જી.બી.બાંભણીયા.ડીવાયએસપી-ગીર સોમનાથએ જણાવ્યું કે છાછરમાં ચુસ્ત બન્દોબસ્ત ગોઠવી દેવાયો છે.ગીર પોલીસે છાછર ગામે ફૂટ માર્ચ પણ યોજી હતી.પોલીસે 12 જેટલા શખ્સો અને અન્ય મળી કુલ 20 નાં ટોળા વિરુદ્ધ આઈપીસી કલમ 307,323, 506(2) તેમજ જાહેરનામા ભંગ સહિત ની અન્ય કલમો ઉમેરી તપાસ હાથ ધરી છે.પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે.જ્યારે હજુ 15 થી વધુ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે