Bhavesh Vala, Gir Somnath : ગુજરાતમાં સરકાર(Gujarat government) દ્વારા છેવાડાના ગામે ગામ( village )માંં શહેર જેવી સુવિધા( facility )ઓ પહોંચાડવા સતત પ્રયાસો થતા રહે છે જેથી ગુજરાતના ગામડે ગામડે શહેરી સુવિધાઓ લોકોને મળી રહે.આવા પ્રયાસથી અનેક ગામો સ્માર્ટ(smart) ગામ બન્યા છે.ત્યારે એવા પણ લોકો છે જેઓ પોતાની જાત મહેનતથી પોતાના ગામમાં તમામ સુવિધાઓ શહેર જેવી સુવિધા મળી રહે તે માટે સ્વપ્રયાસ કરી ગામને સ્માર્ટ બનાવી દીધુ છે. આજે શહેર જેવી તમામ સુવિધા ગામમાં જ ગ્રામજનોને મળી રહે છે.
મોરવડના ભરતભાઈ કછોટે ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ખાસ કરીને સરકાર એવું નેતૃત્વ છે કે ગામડાને એક આદર્શ ગામ તરીકે વિકસાવવું ત્યારે અમે પણ નક્કી કર્યું કે ગામ લોકોએ સાથે મળીને મારૂ ગામ પણ આદર્શ ગામ આવે તે માટેના પ્રયત્ન અમે ખૂબ કર્યા છે. સરકારની કોઈ પણ યોજના હોય તેને ગ્રામજનો સુધી પહોંચાડવામાં આવે છે. છેવાડાનું ગીર કાંઠાનું મોરવાડ ગામમાં 2000 જેટલી વસ્તી વસવાટ કરે છે. અહીંના લોકોને તમામ પ્રકારની સવલતો લોકોને મળી રહે છે.
મોરવડ ગામમાં શેરીએ શેરીએ સીસીટીવી કેમેરા છે. સરકારની યોજના છેવાડાના લોકો સુધી પહોંચી શકે તેની જાહેરાત માટે ગામમાં ગલીએ ગલીએ સ્પીકર મુકાયા છે. જેના કારણે ગ્રામ પંચાયતમાંથી જ કોઈ પણ જાહેરાત કરી શકાય છે. લોકોને તાલુકા કક્ષાએ જવું ન પડે તે માટે કોઈ પણ યોજના હોય તો તેના ઓનલાઈન ફોર્મ ભરી અને એક સાથે તાલુકા કક્ષાએ પહોંચાડવામાં આવે છે. ઉપરાંત ગામમાં બેંકની સુવિધા પણ છે.
જેના કારણે ગ્રામજનોને 15 કિલોમીટરના ધક્કા થતા નથી. અને લોકોને ગામમાં જ બેંકની સુવિધા મળી રહે છે. તો મોરવાડમાં જન સુવિધા કેન્દ્ર થકી ઓનલાઈન ફોર્મ, વિદ્યાર્થીલક્ષી યોજના અથવા ખેડૂત યોજનાઓના ફોર્મ પણ ભરી અપાઈ છે.તદ ઉપરાંત વાસ્મો યોજના હેઠળ ઘરે ઘરે બે ટાઈમ પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. જેના કારણે ખાસ કરીને મહિલાઓની અગવડો દૂર થઈ છે.
અગાઉ 70 ટકા લોકોને વાડીએ જવા માટે સાંગાવાડી નદીને પાર જવું પડતું હતું. જેના કારણે લોકોને મુશ્કેલી પડતી હતી. ત્યારે નદી પર મુખ્યમંત્રી સડક યોજના હેઠળ નદી પર પુલ અને વાડીએ જવા માટે સી. સી રોડ બનાવવામાં આવ્યા હતા. ગામની દરેક ગલીઓમાં પેવર બ્લોક, સીસી રોડ પણ છે. મોરવાડમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જૂના મકાનો પાડી 38 જેટલા નવા મકાનોનું નિર્માણ કર્યું હતું.
રાત્રીના લોકોને અગવડ ન પડે તે માટે શેરીએ શેરીએ સ્ટ્રીટ લાઇટની સુવિધા છે. તેમજ સેમિનાર માટે ગ્રામ પંચાયતમાં જ લોકોને પ્રોજેકટરના માધ્યમથી માહિતી પુરી પાડવામાં આવે છે. સરપંચ કૌશિકભાઈ ગૌસ્વામીએ ન્યૂઝ18 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મોરવડ ગામમાં સીસીટીવી કેમેરા, શેરીએ શેરીએ માઇક, ઘરે ઘરે પાણી અને સારી સ્કૂલ તથા સ્વચ્છતા મુદ્દે 2019માં મોરવડ આદર્શ ગામ તરીકે ઓળખાઈઆવ્યું છે.