સામાન્ય રીતે વન્ય પ્રાણીઓના વસવાટ નજીક આવેલા રહેણાંક વિસ્તારોમાં પ્રાણીઓના મનુષ્ય ઉપર હુમલા થવાના કિસ્સાઓ છાસવારે બને છે. વન્ય પ્રાણીઓ શિકારની શોધમાં માનવ વસવાટમાં આવી ચડે છે. અને જે નજરમાં આવે એનો શિકાર કરતા હોય છે. ગીર સોમનાથમાં સિંહનો હુમલો થયાની ઘટના બની છે. જેમાં સિંહોએ એક નહીં પણ 70 જેટલા બકરાંને મોતને ઘાટ ઉતાર્યા છે. જેના પગલે ગામના લોકોમાં ફફડાટ ફેલાયો હતો. સાથે સાથે વન વિભાગના અધિકારીઓને પણ આ અંગે જાણ કરાતા તંત્ર દોડતું થયું હતું. (દિનેશ સોલંકી, ગીર સોમનાથ)