દિનેશ સોલંકી, ગીર સોમનાથ: ગીરના ખેડૂતોની ત્રણ મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યા છે. પાક ન થયો પશુઓનો કે ના થયો ખેડૂતોનો. સરકાર આર્થિક મદદ કરે તો અન્ય પાકના વાવેતરમાં મદદ મળે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના બાવાના પીપળવા ગામના, જ્યાં ખેડૂતોની ત્રણ મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યા છે. આજથી ચોમાસાનું આગમન થતાં ગીરમાં ખેડૂતોએ મગફળી, સોયાબીન કપાસ સહિતના પાકોનું વાવેતર કર્યું હતું. જગતના તાતને પણ હતું કે, ચાલુ વર્ષે મેઘરાજાએ સારી જમાવટ કરી છે એટલે ઉત્પાદન પણ સારું થશે.
મોંઘા ભાવના બિયારણ, ખાતર, દવા સહિત ખેડૂતોની મહેનત આખરે એળે ગઈ. થયું એવું કે વરસાદે વિરામ તો દીધો પણ પાકમાં કાંઈ જ વળતર મળે તેવી સ્થતિ નથી. પરિણામે મગફળીના પાકને ટ્રેકટરથી ખેડવો પાડ્યો. જોકે, આ બાવાના પીપળવા ગામના ખેડૂતે મગફળીનો પાક ખેડી નાખ્યો છે એવું નથી, ગીર સોમનાથ જિલ્લાના મોટભાગના ખેડૂતોની આવી જ દયનીય સ્થતિ છે.