અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી મેઘરાજા જોરદાર બેટિંગ (Gujarat heavy rain) કરી રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ગીર-સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા જિલ્લો વરસાદને કારણે જળ બંબાકાર (Heavy rain in Gir-Somnath District) થઈ ગયો છે. દક્ષિણ ગુજરાત (South Gujarat rain)માં પણ સારો એવો વરસાદ પડી રહ્યો છે. એકંદરે એવું કહી શકાય કે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 175 તાલુકામાં વરસાદ (Gujarat rainfall data) નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ ગીર-સોમનાથ જિલ્લાના કોડીનાર, સુત્રાપાડા અને વેરાવળમાં પડ્યો છે. આજે (7 જુલાઈ) પણ ગીર-સોમનાથ જિલ્લામાં સારો વરસાદ પડી રહ્યો છે.
ગીર સોમનાથ: ગીર સોમાનથ જિલ્લામાં બે દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જિલ્લામાં ધોધમાર વરસાદથી સુપ્રસિદ્ધ યાત્રા પ્રાચી તીર્થનું સુવિખ્યાત માધવરાયજી મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. સરસ્વતી નદીમાં નવા નીર આવતા માધવરજી પ્રભુ પાણીમાં જળમગ્ન થયા છે. પ્રાંચી પાસે આવેલી સરસ્વતી નદીમાં મોસમનું પહેલું પૂર આવ્યું છે. સરસ્વતી નદીમાં સિઝનનું પ્રથમ પૂર આવતા મંદીરના પૂજારી ઋષિ બાપુએ નવા નીરના વધામણા કર્યાં હતા.