દિનેશ સોલંકી, ગીર સોમનાથ : ગીર સોમનાથ જિલ્લામાં (gir somnath) સરકારી ગાડીએ ટક્કર (Accident) મારતા એક બાઇક ચાલકનું (Bike Rider) અકસ્માતમાં મોત (Death) થયું છે. ઘટના ગઈકાલે રાતે જિલ્લાના વડામથક સોમનાથમાં ઘટી હતી. અકસ્માતમાં અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થતા તેને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બનાવના પગલે પોલીસે સરકારી ગાડીને પોલીસ સ્ટેશન લઈ જઈ કાર્યવાહી શરૂ કરી છે.