દિનેશ સોલંકી, ગીર સોમનાથઃ ગીર સોમનાથના ઉનામાં એક કરુણ ઘટના બની હતી. અહીં એક જ પરિવારની બે નાની બહેનોએ સાપે ભોગ લીધો હતો. જમ્યા બાદ રાત્રે ઉંઘતી બંને બહેનોને સાપે ડંખ મારતા બંને મોતને ભેટી હતી. એક સાથે બે દીકરીઓને ગુમાવતા પરિવારમાં શોકનું મોંજુ ફેલાયું હતુ. સાપના ડંખથી બે બહેનો મોતને ભેટ્યાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.