ગામનો કોઈ ખેડૂત બાકી નહિ હોય જેમનો નાળિયેર અને કેસર કેરીનો બગીચો તબાહ ન થયો હોય. જોકે આમતો ઉના પહોંચતા ની સાથે જ ઉના શહેર સહિત તમામ ગામો જાણે દાયકાઓ જુના વિરાન વિસ્તાર હોય અને જાણે દાયકાઓથી જાણે અહીં કોઈનો વસવાટ ન હોય તેવુ પ્રતીત થાય છે. ત્યારે હાલ અંજાર ગામ સહિત અનેક ગામોના ખેડૂતો વાવાઝોડાં ને યાદ કરતા રાતાપાણી એ રડી રહ્યા છે.
પરંતુ અંજાર અને અમોદ્રા ગામ સહિત આસપાસના ગામોમાં ભારે પવન અને વરસાદના કારણે દીવાલો અને વૃક્ષો ધરાશય થતા અનેક પશુઓના મોત નિપજ્યા હતા. ખેતી બાદ આ વિસ્તારના ખેડૂતો દુધાળા પશુઓ રાખી પરિવાર ચલાવવા મદદ રૂપ થતા પશુઓ જ મોત ને ભેટતા કહેવાતા નાઘેર પંથકના ખેડૂતો ના હાલ બેહાલ થયા છે. અને આ વિસ્તારના ખેડૂતો આશરે 10 વર્ષ પાછળ ધકેલાયા છે.