પ્રાપ્ત માહિતી અનુસાર, સોમનાથ ભાવનગર ફોરટેક હાઇવેના, જ્યા કોડીનારના માલગામ નજીક ગત 26 એપ્રિલે રાત્રે મનસુખ જાદવ સોલંકી નામનો યુવાન દીવ હોટલમાંથી નોકરી કરી કોડીનાર તરફ આવી રહ્યો હતો. અને તે સમયે તેનું હાઇવે પર મોત થયું છે. આ યુવાન સાથે અન્ય એક કિશોર પણ સવાર હતો. ગીર ગઢડાના સોનપરા ગામના યુવાન મનસુખ ભાઈના મોત બાદ પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, હાઇવે પરની લાપરવાહીના કારને યુવાનનું મોત નીપજ્યું છે.
મૃતકના પરિવારના વકીલના જણાવ્યા મુજબ જે સમયે અકસ્માત થયો ત્યારે બેરીકેટ કે સૂચન ચિહનો ન હતા, જેના પુરાવાના ભાગ રૂપે અમે વીડિયો બનાવ્યો, પરંતુ હવે ત્યાં રાતોરાત બેરીકેટ મૂકી આખો મામલો રફેદફે કરવામાં આવી રહ્યો છે. હાઇવેનું કામ કરી રહેલી કંપનીના લોકોને જાણ થતા હવે ત્યાં બેરીકેટ મુકાયા છે. અને છેલ્લા ઘણા વર્ષથી ગોકુળ ગતિએ ચાલતા કામના કારણે અનેક લોકોએ આ રોડ પર પોતાનો જીવ પણ ગુમાવ્યો.