ગીર સોમનાથઃ થોડા દિવસોના વિરામ બાદ સૌરાષ્ટ્ર (Saurashtra) પંથકના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાનું (Rain) ફરથી આગમન થયું છે. તો સાથે સાથે ગીર સોમનાથના (Gir Somnath) કેટકલા વિસ્તારોમાં ભૂકંપના (Earthquake) આંચકા ઓ પણ અનુભવાયા હતા. એક બાજુ વરસદા, બીજી તરફ ભૂકંપ અને ત્રીજી બાજુ કોરોના વાયરસનો ફફડાટ હોવાથી લોકોમાં વધારે ભયનો માહોલ સર્જાયો હતો. ગીર સોમનાથ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં 2.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભારે વરસાદ વચ્ચે ગુરુવારે 3.44 મિનિટે ગીર સોમનાથની ધરતી ધ્રૂજી હતી.