દિનેશ સોલંકી, ગીરસોમનાથ : Tauktae વાવાઝોડું (Tauktae Cyclone) સોમવારે દીવ અને ઉનાની વચ્ચે દરિયાકાંઠે ત્રાટક્યું હતું, જે બાદ સૌરાષ્ટ્ર અને અન્ય પ્રાંતોમાંથી આગળ વધ્યું હતું. જોકે, વાવાઝોડાએ સૌથી વધુ તબાહી ઉના (Una) શહેરનીની મચાવી છે. ગીરસોમનાથના ઉનામાં હજુ વીજળી આવી નથી અને આગામી થોડા દિવસો આવે એવી શક્યતા લાગતી નથી. જ્યાં જુઓ ત્યાં નુકસાનીના દૃશ્યો છે. જોકે, વાવાઝોડા બાદ ધીમે ધીમે ઉનાથી તબાહીની તસવીરો આવી રહી છે. આ તબાહીનો અંદાજ ઉનાની આ પ્રખ્યાત હોટલના હાલ પરથી લગાવી શકાય છે. ઉના શહેરની જાણીતી હોટલ વાવાઝોડાના કારણે પત્તાના મહેલની જેમ વિખેરાઈ ગઈ છે.
આ વાવાઝોડાએ 17 મેં 2021ના પૂર્વ દિવ તરફથી રાતે 9 કલાકે એન્ટ્રી ગુજરાત ના દરિયામાં લીધી હતી.ત્યાર બાદ ઉના આસપાસના વિસ્તરમાં લેન્ડફોલ થવાની પ્રક્રિયા શરૂ થઈ હતી અને 18 મેં 2021 ના રાતે 1.30 કલાકે લેન્ડફોલ ની પ્રકિયા પૂર્ણ થઈ હતી.વાવઝોડા ની લેન્ડફોલ ની 4.30 કલાક પ્રક્રિયા ચાલી હતી.દિવ નજીકથી વાવઝોડું પ્રસાર થયું ત્યારે 152 કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાયો હતો.વાવઝોડાની આંખ ઉનામાં જ્યારે લેન્ડફોલ થઈ ત્યારે 175 કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાયો.

વાઝોડાથી સમગ્ર ગુજરાતમાં (Gujarat) ભારે તારાજીના દ્રશ્યો સામે આવ્યાં છે. આ વાવાઝોડાને કારણે વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. આજે રાજ્યમાં વાવાઝોડાના કારણે મૃત્યુ આંકમાં વધારો થયો છે. ગુજરાતમાં આ વાવાઝોડાના કારણે મૃત્યુઆંક સીધો 45 પર પહોંચી ગયો છે. આ મૃત્યુ મકાન ધસી પડવાથી, ઝાડ પડવાથી દીવાલ તૂટવાથી, તો કરંટ લાગવાથી થયાના સમાચાર મળી રહ્યાં છે.
અમરેલીમાં 15 મોત થયા છે. જેમાં મકાન ધસી પડવાથી 2, દીવાલ પડવાથી 13 લોકોનાં મોત થયા છે. ભાવનગરમાં 8 મોત નીપજ્યાં છે. જેમાં ઝાડ પડવાથી 2, મકાન ધસી પડવાથી 2, દીવાલ પડવાથી 3, છત પડવાથી 1 મોત થયા છે. ગીર સોમનાથમાં 8 મોત નીપજ્યાં છે. જેમાં ઝાડ પડવાથી 2, મકાન ધસી પડવાથી 1, દીવાલ પડવાથી 4, છત પડવાથી 1 મોત થયા છે.
અમદાવાદમાં કુલ 5 મોત થયા છે. જેમાં વીજ કરંટથી 2, દીવાલ પડવાથી 2 અને છત પડવાથી 1નું મોત થયું છે. ખેડામાં 2ના મોત થયા છે જેમા વીજ કરંટથી બંન્નેના મોત થયા છે. આણંદમાં 1 મૃત્યુ વીજ કરંટથી, વડોદરામાં 1 મૃત્યું ટાવર પડી જવાથી, સુરતમાં 1 મૃત્યુ ઝાડ પડી જવાથી, વલસાડમાં 1 મૃત્યુ દીવાલ પડવાથી, રાજકોટમાં 1 મૃત્યુ દીવાલ પડવાથી, નવસારીમાં 1 મૃત્યુ છત પડવાથી, પંચમહાલમાં 1 મૃત્યુ ઝાડ પડી જવાથી થયું છે.
વાવાઝોડાએ સર્જેલી તબાહી બાદ પીએમ નરેન્દ્ર મોદી આજે અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું. તેમણે અસરગ્રસ્ત જિલ્લાઓ જેમકે ભાવનગર, અમરેલી, દીવ, ગીર સોમનાથનું હવાઇ નિરીક્ષણ કરી કર્યું હતું. આ પછી તેમણે સીએમ વિજય રૂપાણી સહિત પાંચ જેટલા ઉચ્ચ અધિકારીઓ સાથે વાવાઝોડાને અંગે વિશેષ મંત્રણા કરી હતી. આ બેઠક પછી પીએમ મોદીએ વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારો માટે એક હજાર કરોડની સહાયની જાહેરાત કરી છે.