દિનેશ સોલંકી, ગીર સોમનાથઃ 31st december party: વર્ષ 2021નો છેલ્લો દિવસના આડે એક દિવસ બાકી છે ત્યારે લોકો દિવ અને દમણની વાટ પકડી છે. 2021 વર્ષને બાઈ બાઈ કરવા અને નવા વર્ષને (new year 2022) આવકારવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડે છે. છેલ્લા બે વર્ષથી કોરોનાને લઈ થર્ટી ફસ્ટ (31st party celebration) ઉજવાય ન શકી. જો કે આ વર્ષ કોરોનાનો કહેર ઓછો થતા ધંધા રોજગાર ફરીથી ધમધમી ઉઠ્યા અને મન ભરીને પ્રવાસીઓ દીવમાં (Diu) મજા માણી પરંતુ તેવામાં થોડા દિવસથી દેશભરમાં કોરોના (corona in india) ફરી એકવાર માથું ઊંચકી રહ્યો છે.
કોરોનાની સીધી અસર દીવ પર પડી રહી છે. જેના કારણે દીવમા થર્ટી ફસ્ટની ઉજવણી પણ ગ્રહણ લાગતું દેખાય રહ્યું છે. દીવમા થોડા દીવસો પહેલા રાત્રે કરફ્યુ લગાવી દેવાયો છે અને રાત્રે 11થી સવારે 6 સુધી કરફ્યુ લાદી દેવાયો છે. તો હોટેલોમાં થટી થર્ટી ફસ્ટની પાર્ટીઓ પર પ્રતિબંધ લગાવી દેતા વેપારીઓ અને સ્થાનિકો માં કચવાટ પણ જોવા મળી રહ્યો છે.
એક તરફ દીવમાં થર્ટી ફસ્ટને લઈ દીવ પોલીસ એક્સનમાં છે તો બીજી તરફ ગુજરાતના ઉના અને નવાબંદર પોલીસ પણ એક્સન મોડમાં છે. ઉના ના તડ અને માંડવી ચેક પોસ્ટ પર ગુજરાત પોલીસ તૈનાત થઈ અને એક્સન મોડમાં જોવા મળી રહી છે. ઉના પોલીસે અત્યાર સુધી મા દારૂ પીધેલા 120 લોકો ની અટકાયત કરી છે તો દારૂ દીવ થી ગુજરાત માં ઘુસાડનારા લોકો સામે પણ લાલ આંખ કરી છે.