

દિનેશ સોલંકી, ગીર સોમનાથ : દેશ દુનિયાના લોકો આકર્ષણ ગણાતા દીવ મા કોરોના વાઇરસના કહેરને લઈ ખોફ ફેલાયો છે. કોરોના વાયરસને દીવમાં પ્રવેશ અટકાવવા માટે પ્રશાસને દીવમાં કલમ 144 લાગુ કરી દીધી છે. એટલુંજ નહિ સ્વિમિંગ પુલ સ્પા સ્કૂલ કોલેજ અને ટ્યુશન પણ બંધ કરવા આદેશ આપવામાં આવ્યા છે.


કોરોનાની દહેશતને લઈ દીવ ના સ્વીમીંગ પુલ અને બીચો ખાલી થઈ રહ્યા છે. દીવ ની આલીશાન હોટેલોના સ્વિમિંગ પુલોમાં પાણી ખાલી કરી સ્વિમિંગ પુલ પર બેનની નોટિસો લટકાવી દેવામાં આવી છે.


કોરોના વાઇરસની દહેશતને લઈ ગ્રૂપમાં આવતા ટુરિસ્ટોના એડવાન્સમાં કરેલા બૂકીંગ ધડાધડ કેન્સલ થઈ રહયા છે. હાલ જે પ્રવાસી આવી રહયાં છે તે ગુજરાત અને આસપાસના વિસ્તારોના જ ટુરિસ્ટ દીવ ની મુલાકાત લઈ રહયા છે.


દીવના કલેક્ટર સલોની રાયે જણાવ્યું કે 'આગામી સમયમાં કોરોના વાયરસની દહેશતને જોતા સંઘ પ્રદેશ દીવમાં પ્રવાસન સ્થળ પર સેક્શન 144 લાગુ કરી દેવામાં આવી છે. પ્રવાસીઓ આવે છે તેમને પણ સાવચેતી જાળવવા માટે અને હોટલેમાં હાઇજીન જાળવવાની સૂચના છે. આગામી દિવસોમાં કોઈ મેળવાડાઓ કરવા નહીં તેવી સૂચના છે.