દિનેશ સોલંકી, ગીરસોમનાથઃ હાથરસ અને જામનગરમાં સામૂહિક દુષ્કર્મની ઘટનાઓની આગ હજી શાંત થઈ નથી ત્યાં ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરમાં પણ સામે આવેલી દુષ્કર્મની ઘટનામાં ફિટકાર જન્માવે એવી હકીકતો સામે આવી રહી છે. ગીર સોમનાથના (Gir somnath) કોડીનાર પોલીસ સ્ટેશનમાં (kodinar police station) સગીરા પર ભાજપના રાજકીય (BJP leader) કાર્યકરે દુષ્કર્મ (rape) કર્યાની ફરિયાદ નોધાઈ હતી. આ ગુનામાં સાથ આપનાર સગીરાના મામા અને નાની સહિત અન્ય મહિલા સહિત 4 આરોપીઓ સામે પોસ્કો મુજબ નોંધાયો ગુનો. ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા.
મળતી માહિતી પ્રમાણે કોડીનારમાં દુષ્કર્મનો આરોપી ભાજપ અગ્રણી પ્રવીણસિંહ ઝાલા સગીરાને ઘેનની દવા પીવડાવી બેભાન બનાવીને દેહવ્યાપાર કરાવવામાં આવતો હોવાની સ્ફોટક વિગતો આજે સામે આવી હતી. આ ઉપરાંત સગીરાની નાની ભૂતકાળમાં કુટણખાના કેસમાં પકડાઈ ચૂકેલી લીલી નામની મકાન માલિક મહિલા, સગીરાના નાની અને મામાની ધરપકડ કરી હતી.
પોલીસ મળેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આ ઘટના પછી લીલી સગીરાને દરરોજ જમવામાં ઘેનની દવા આપતી એટલે સગીરા જમ્યા બાદ ઊંઘી જતી અને જાગ્યા બાદ નિંદ્રા અવસ્થામાં તેની સાથે ખરાબ કામ થયું હોવાની જાણ થતાં સગીરાએ તેના મામા-નાની અને લીલીને જણાવ્યું ત્યારે એઓએ ‘આવું કઈ થયું નથી, આ તારો વહેમ છે’ તેવું જણાવી સગીરાને મકાનમાં ગોંધી રાખી હતી.
સગીરાના દાદી જે અન્ય જીલ્લામાં રેહતાં હોય તેણે કરેલ ફરિયાદ મુજબ સગીરાના નાની તેમજ મામા અને અન્ય મહિલા સહિત ત્રણ વ્યક્તીની મદદગારી કરી અને પ્રવીણ ઝાલાએ સગીરાનો હવસનો શિકાર બનાવી હોવાની ફરિયાદ કોડીનાર પોલીસમાં નોધાવી હતી. તો આ બનાવ બાબતે વેરાવળ એસપી કચેરી ખાતે આરોપીઓ પર સખત કાર્યવાહી કરાય તેવું એક સમાજ દ્રારા આવેદન પણ અપાયું છે.