

દિનેશ સોલંકી, ગીરસોમનાથ : ગીરસોમનાથ જિલ્લાની (Girsomnath) વેરાવળ સિટી પોલીસે એક મહા ઠગની (Cheater Arrested) ધરપકડ કરી છે. આ શખ્સે જુદા જુદા જિલ્લાઓમાં ઓનલાઇન પેમેન્ટ (UPI Payment cheating) દ્વારા ઠગાઈ કરી એક રૂપિયો ચુકવ્યા વગર લાખો રૂપિયાની મફત ખરીદી કરી હતી. ઠગાઈનું મહાકૌભાંડ રાજ્યવ્યાપી હોવાની આશંકા છે. જોકે, પોલીસની તપાસમાં આ ઠગે 8.5 લાખ રૂપિયાની મતા તો કાઢી આપી છે.


બનાવની વિગત એવી છે કે વેરાવળ ના ભેજાબાજ ભાવેશે ડીઝીટલ પેમેન્ટના સહારે રાજ્યભર માં અનેક લોકોને ઠગ્યા છે. ગીર સોમનાથ, જુનાગઢ રાજકોટ , અમદાવાદ સહીત અનેક શહેરોમાં વેપારીઓને ભાવેશે ચૂનો ચોપડ્યો છે.આ ઠગે 21 લાખથી વધુ રૂપિયાનો માલ ટેકનિકથી ઊઠાવ્યો છે જ્યારે પોલીસે 8 લાખ રૂપિયાથી વધુની આઇટમો કબ્જે કરી છે.


ગીર સોમનાથના વેરાવળનો રહીશ ભાવેશ છાત્રોડીયા જે અનેકવીધ શહેરોમાં મોટા શોરૂમની દુકાનોમાં જઈ ખાસ કરીને ટીવી, મોબાઈલ, કોમ્પ્યુટરો કિંમતી ઘડિયાલો, સોનું, કપડાં મોઘાં રમકડાં, ઇન્વેટર, કાર ટ્રકના ટાયરો, વગેરેની ખરીદી કરવા જતો હતો. તે એક દુકાને એક જ વખત જતો અને ખરીદી કર્યા બાદ તે યુપીઆઈ પેમેન્ટના શેડ્યુલ ફીચરનો ઊપયોગ કરતો હતો. જેમાં તે પેમેન્ટ શિડ્યુલ કરી અને બાદમાં કેન્સલ કરી નાખતો હતો.


ભાવેશે અગાઉ પણ બેલેન્સ ન હોવા છત્તાં ચેક આપવાના ગુન્હા માં પકડાયેલો છે. જેમાં પણ 30 જેટલા બેલેન્સ વગર ચેકો આપી બાઊન્સ થયાના 30 જેટલા ગુન્હા દાખલ થયા છે. ત્યારે હાલ વેરાવળ પોલીસ સ્ટેશ નાં આઈપીસી.406-420 મુજબ ગન્હો દાખલ થયો છે.જે


આ મામલે ગીરસોમનાથના ડીવાયએસપી એમ.એમ. પરમારે જણાવ્યું કે 'ભાવેશ UPI પેમેન્ટ એપ્લિકેશન મારફતે ગૂગલ પે, ફોન પે, કે પછી અન્ય એપ્લિકેશન દ્વારા પેમેન્ટ કરતો હતો અને જેવું પેમેન્ટ કરે તાત્કાલિક કેન્સલ કરી દેતો. આમ કરતા કરતા તેણે ગીરસોમનાથ જિલ્લાના તમામ દુકાનના વેપારીઓને છેતર્યા હતા.


આ મામલે ગીરસોમનાથના ડીવાયએસપી એમ.એમ. પરમારે જણાવ્યું કે 'ભાવેશ UPI પેમેન્ટ એપ્લિકેશન મારફતે ગૂગલ પે, ફોન પે, કે પછી અન્ય એપ્લિકેશન દ્વારા પેમેન્ટ કરતો હતો અને જેવું પેમેન્ટ કરે તાત્કાલિક કેન્સલ કરી દેતો. આમ કરતા કરતા તેણે ગીરસોમનાથ જિલ્લાના તમામ દુકાનના વેપારીઓને છેતર્યા હતા.


ભાવેશે, કમ્પ્યુટરને સીપીયું, મોનિટર, માઇક્રોવેવ, ટેબ્લેટ, મોબાઇલ ફોન, સહિતની અનેક વસ્તુઓની ખરીદી કરી અને છેતરપિંડી કર્યાનો આરોપ છે. પોલીસે તેની પાસેથી 8.5 લાખ રૂપિયાનો વેરાવળનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ આરોપીએ અગાઉ પણ ફ્રોડ કર્યો હતો.


ભાવેશની સામે 29-30 બનાવ ચેક આપી અને ખરીદી કરી હતી તેમાં પણ છેતરપિંડી થઈ હોવાની વિગતો આવી છે. ભાવેશે આપેલા 30 ચેક રિટર્ન થયા છે. આ ઠગે રાજ્યભરમાં યુપીઆઈના નામે સપાટો બોલાવી નાખ્યો હોવાની વિગતો સામે આવી છે.


ભાવેશે ગીર સોમનાથ જીલ્લાના તમામ શહેરો જેમાં વેરાવળ, સોમનાથ, ઊના, સુત્રાપાડા કોડીનાર તેમજ જૂનાગઢ જીલ્લાના કેશોદ, ચોરવાડ જૂનાગઢનાં મેંદરડા સહીતના તમામ પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં આવી છેતરપિંડી કર્યાનું તપાસમાં ખુલ્યું છે. તે ઊપરાંત રાજકોટ, અમદાવાદ સહિતના વિસ્તારોમાં આવી રીતે ચિટીંગ કર્યાનું બહાર આવતાં વધુ તપાસ ચાલુ છે.