દિનેશ સોલંકી, ગીર-સોમનાથ: સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ મંદિર (Somnath Temple)માં આવતા દર્શનાર્થીઓ તથા શ્રદ્ધાળુઓ માટે આજ એટલે કે 31મી મેથી રોજથી સોમનાથ મંદિરમાં "સોમેશ્વર મહાપૂજન" પૂજાવિધિનો શુભારંભ કરવામાં આવ્યો છે. બીજી તરફ આજના દિવસે હિન્દી ફિલ્મના પ્રસિદ્ધ અભિનેતા અક્ષય કુમારે (Akshay Kumar) પોતે પ્રથમ પૂજા કરી સોમનાથ મંદિરમાં સોમેશ્વર મહાપૂજન (Someshwar Mahapoojan)નો લાભ લીધો.