લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ વિવિધ જગ્યાએ સમર્થનમાં કે વિરોધમાં બેનરો લાગ્યા છે. ત્યારે ગીર સોમનાથના ઉનાનાં કોબ ગામે પણ બેનર્સ લાગ્યા છે. જોકે, આ બેનર્સ કોઇ પક્ષના સમર્થનમાં નથી પરંતું ભાજપ હોય કે કોંગ્રેસ તમામના વિરોધમાં બેનર લગાવવામાં આવ્યા છે. જેમાં ઉલ્લેખ થયો છે કે, કોઇપણ રાજકીય નેતાઓએ ગામમાં પ્રવેશ કરવો નહીં. ઉનાના કોબ ગામે ગૌચરની જમીનમાં ગેરકાયદેસર ચાલતા ઝીંગા ફાર્મ બંધ કરવા બાબતે 2009થી માંગણી કરી રહ્યા છે પરંતુ કોઇ સમાધાન ન થતાં ગ્રામજનોએ ગામની બહાર બેનરો લગાવ્યા છે. (દિનેશ સોલંકી, ગીર સોમનાથ)