શનિવારે પોરબંદર એરપોર્ટ (Porbandar Airport) પર આમિર ખાન (Aamir khan) અને તેનો પરિવાર ચાર્ટર ફ્લાઈટ દ્વારા પહોંચ્યો હતો. આજે રવિવારે, આમિર ખાન પોતાના પરિવાર સાથે વહેલી સવારે પ્રથમ ટ્રીપમાં ગીર સેન્ચ્યૂરીમાં (Sasan gir national park) સિંહ દર્શન કરવા ગયા છે. જ્યાં આમિર ખાનને જોવા માટે મોટી સંખ્યામાં તેના ચાહકો એકઠા થયા હતા. આમિર ખાન લગ્નની 15મી વર્ષગાંઠની (Marriage Anniversary) ઉજવણી કરવા પત્ની કિરણ રાવ (Kiran Rao) અને સંતાનો સહિત સાસણ ફરવા આવ્યો છે.