દ્વારકા : વર્ષ 2016માં 8 ઓગષ્ટના દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) જાહેર સંબોધન દરમિયાન જ દેશમાં રૂપિયા 500 અને 1000ની જૂની ચલણી નોટો (old currency notes) બંધ કરવાની જાહેરાત કરી હતી. નોટબંધીના આટલા વર્ષો બાદ પણ હજી ગુજરાતમાંથી 500 અને 1000 રુપિયાના દરની જૂની ચલણી નોટો મળતી રહી છે. ત્યારે દ્વારકામાંથી એક આરોપી પાસેથી 710 અને બીજા આરોપી પાસેથી 480 જૂની 500 રૂપિયાની નોટ જપ્ત કરવામાં આવી છે. કુલ 5 લાખ 95 હજાર જેટલી રકમની જૂની નોટ સહિત બે લોકોની દ્વારકા SOGએ ધરપકડ કરવામાં આવી છે. આ સાથે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નોંધનીય છે કે, વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરીકાળમાં સામે આવ્યું હતુ કે, છેલ્લા 2 વર્ષમાં અમદાવાદ શહેરમાં 500ના દરની 2400, 1000 દરની 43 ચલણી નોટો પકડાઈ છે. જ્યારે રાજકોટ શહેરમાં 500ના દરની 7,317 નોટ, 1000 દરની 38 નોટો અને રાજકોટ ગ્રામીણમાં 500ના દરની 36 નોટો અને 1000 ના દરની 5 નોટો ઝડપાઈ છે. આમ કુલ 500ની નોટો 48,76,500 અને 86,000ની 1000 નોટો કુલ 49,62,500ની ચલણી નોટો ઝડપાઇ છે.
થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર પાંચ સો રૂપિયાની નવી નોટ ખૂબ વાયરલ થઈ રહી હતી. આ નોટને લઈને અલગ અલગ પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે. કહેવામા આવ્યું હતુ કે, પાંચ સો રૂપિયાની નોટ લેતા નહીં, જેમાં લીલી પટ્ટી ગાંધીજીની નજીક આવેલી છે. કારણ કે તે નકલી છે. પાંચ સૌ રૂપિયાની ફક્ત એવી જ નોટ લેવી, જેમાં લીલી પટ્ટી આરબીઆઈ ગવર્નરની સિગ્નેચર પાસે છે. આ મેસેજ ઘણાં જ વાયરલ થયા હતા. ત્યારે આ નોટને જાણવાની રીત પણ છે. નોટને લાઇટની સામે રાખવા પર તમને આરપાર 500 લખેલું જોવા મળશે.જ્યારે તમે નોટને આંખની સામે 45 ડિગ્રીના ખૂણા પર રાખો છો, તો અહીં 500 લખેલું જોવા મળશે.