દ્વારકા: દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka) જિલ્લામાં આજે થયેલા ગમખ્વાર બે સરકારી કર્મચારીઓએ જીવ ગુમાવ્યો છે. જેમાં જામરાવલ નગરપાલિકા (Jam Raval Nagar Palika)ના ચાર કર્મચારીઓ કામ અર્થે ગાંધીનગર (Gandhinagar) જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત નડ્યો હતો. અકસ્માત બાદ એક કર્મચારીનું ઘટના સ્થળે અને અન્ય કર્મચારીનું જામનગર સિવિલ હૉસ્પિટલ (Jamnagar Civil Hospital) ખાતે સારવાર દરમિયાન મોત થયું હતું.
ગાંધીનગર જઈ રહેલા કર્મચારીઓને અકસ્માત નડ્યો : મળતી માહિતી પ્રમાણે રાવલ નગરપાલિકાના ચાર કર્મચારીઓ કામ અર્થે ગાંધીનગર જઈ રહ્યા હતા. તમામ કર્મચારીઓ બલેનો કારમાં સવાર હતા. જેમાં બે કર્મચારીના મૃત્યું થયા છે. તમામ કર્મચારીઓ વહેલી સવારે ગાંધીનગર જવા નીકળ્યા હતા. આ દરમિયાન અર્ટિગા કાર સાથે બલેનો કારની ટક્કર થઈ હતી. જેમાં બલેનો કારમાં પાછળની સીટમાં બેઠેલા બંને કર્મચારીના મૃત્યુ થયા હતા.
સમગ્ર મામલે રાવલ નગરપાલિકાના પ્રમુખ મનોજભાઈ રામસિંહભાઈ જાદવે જણાવ્યુ હતુ કે, રાવલ નગરપાલિકાના ચાર કર્મચારીઓ ઓફિસ કામે ગાંધીનગર જઈ રહ્યા હતા. તમામ લોકો વહેલી સવારે ત્રણથી ચાર વાગ્યે નીકળ્યા હતા. તેમની કારને જામનગર હાઇવે પર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં નીતિનભાઈ ધીરુભાઈ કાગડિયા કે જેઓ ટેક્સ વિભાગમાં કર્મચારી તરીકે ફરજ નિભાવતા હતા તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું."