દ્વારકામાં સર્વત્ર વરસાદ ખાબક્યો છે. જ્યારે મહત્વનું છે કે, રાજ્યમાં વરસાદની ત્રણ સિસ્ટમ સાઇકલ સક્રિય છે અને આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. શુક્રવારે રાજ્યના 193 તાલુકામાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો છે. આણંદમાં છેલ્લા 24 કલાક દરમિયાન 13 ઇંચ વરસાદ ખાબક્યો હતો. તેવી જ રીતે સુરતના માંગરોળમાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે. સુરત શહેરમાં ઉકાઈ ડેમમાંથી પાણી આવવાને કારણે ખાડીપૂરનો ભય ઊભો થયો છે. શહેરના કેટલાક વિસ્તારોમાં પૂરના પાણી ભરી વળ્યાં છે. 2006 પછી 14 વર્ષે પૂરની પરિસ્થિતિ ઊભી થઈ છે. ઉકાઈ ડેમના 19 દરવાજા ખોલી નાંખવામાં આવ્યા છે. રાજ્યમાં 70 ટકા હિસ્સામાં વરસાદ નોંધાયો છે.