Home » photogallery » kutchh-saurastra » બેટ દ્વારકામાં સતત છઠ્ઠા દિવસે ફરી રહ્યું છે બુલડોઝર, સાત કરોડથી વધુનું દબાણ કરાયુ દૂર

બેટ દ્વારકામાં સતત છઠ્ઠા દિવસે ફરી રહ્યું છે બુલડોઝર, સાત કરોડથી વધુનું દબાણ કરાયુ દૂર

Mega Demolition of Bet Dwarka: બેટ દ્વારકા મેગા ડિમોલેશનનો આજે છઠો દિવસ ચાલી રહ્યો છે. કરોડોના કિંમતના ગેરકાયદેસરના દબાણો દૂર કરવામાં આવ્યા છે. કરોડો રૂપિયાની લાખો ફૂટ જગ્યા પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવામાં આવ્યું છે.

  • 110

    બેટ દ્વારકામાં સતત છઠ્ઠા દિવસે ફરી રહ્યું છે બુલડોઝર, સાત કરોડથી વધુનું દબાણ કરાયુ દૂર

    બેટ દ્વારકા: બેટ દ્વારકા મેગા ડિમોલેશનનો આજે છઠો દિવસ ચાલી રહ્યો છે. અત્યાર સુધી સાત કરોડથી વધુની કિંમતનું ગેર કાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 35 જેટલાં ધાર્મિક સ્થાનો પર બુલડોઝર ફરી ચૂક્યું છે.

    MORE
    GALLERIES

  • 210

    બેટ દ્વારકામાં સતત છઠ્ઠા દિવસે ફરી રહ્યું છે બુલડોઝર, સાત કરોડથી વધુનું દબાણ કરાયુ દૂર

    બેટ દ્વારકામાં 80થી વધુ કોમર્શિયલ તેમજ રેહણાંક વિસ્તારોમાંથી દબાણોને દૂર કરવામાં આવ્યી ચૂક્યા છે. સમગ્ર કામગીરી દરમિયાન પોલીસનો કાફલો ઘટના સ્થળે મોજુદ રાખવામાં આવ્યો છે. મેગા ઓપરેશન ડિમોલિશનમાં કરોડો રૂપિયાની કિંમતની લાખો ફૂટ જગ્યા પરના ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા છે.

    MORE
    GALLERIES

  • 310

    બેટ દ્વારકામાં સતત છઠ્ઠા દિવસે ફરી રહ્યું છે બુલડોઝર, સાત કરોડથી વધુનું દબાણ કરાયુ દૂર

    ઓપરેશન ક્લીન અપમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા અનેક નામચીન શખ્સોના ગેરકાયદેસર બંગલા પણ તોડી પડવામાં આવ્યો છે. ત્યારે હવે ગુનેગારોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે. કારણ કે, હવે ગમે ત્યારે કોઈ બીજા ગુનેગારની ગેરકાયદેસરની મિલકત પર બુલડોઝર ફરી શકે છે.

    MORE
    GALLERIES

  • 410

    બેટ દ્વારકામાં સતત છઠ્ઠા દિવસે ફરી રહ્યું છે બુલડોઝર, સાત કરોડથી વધુનું દબાણ કરાયુ દૂર

    ઓપરેશન ક્લીન અપ દ્વારા બેટ દ્વારકામાં દબાણો દૂર કરવાની કામગીરી સતત છઠા દિવસે પણ ચાલુ કાખવામાં આવી છે. ત્યારે આ કાર્યવાહીને લઈને લોકોમાં પર કુતૂહલ સર્જાયો છે કે, આખરે હવે પછી કોનો નંબર આવી શકે છે.

    MORE
    GALLERIES

  • 510

    બેટ દ્વારકામાં સતત છઠ્ઠા દિવસે ફરી રહ્યું છે બુલડોઝર, સાત કરોડથી વધુનું દબાણ કરાયુ દૂર

    બેટ દ્વારકામાં મિશન ક્લીન અપને બેટ દ્વારકાના એસ.પી. નિતેશ પાંડેય કાર્યવાહીને સતત ફોલો કરી વધુ ધ્યાન આપી રહ્યા છે, ત્યારે હવે જોવાનું એ છે કે, હજી કેટલા આરોપીઓની ગેરકાયદેરની મિલકત પર બુલડોઝર ફરી શકે છે.

    MORE
    GALLERIES

  • 610

    બેટ દ્વારકામાં સતત છઠ્ઠા દિવસે ફરી રહ્યું છે બુલડોઝર, સાત કરોડથી વધુનું દબાણ કરાયુ દૂર

    મળતી માહિતી પ્રમાણે બેટ દ્વારકામાં અત્યાર સુધી બે લાખ ચાલીસ હજાર ફૂટ ગામતળ, ગોચર અને મરીન વિસ્તારની જમીન પરના ગેરકાયદેસરના દબાણો તોડી પડવામાં આવેલા છે, જ્યારે હજી પણ આ કાર્યવાહી સતત ચાલી રહી છે.

    MORE
    GALLERIES

  • 710

    બેટ દ્વારકામાં સતત છઠ્ઠા દિવસે ફરી રહ્યું છે બુલડોઝર, સાત કરોડથી વધુનું દબાણ કરાયુ દૂર

    દ્વારિકાના નાથ શ્રીકૃષ્ણના નિવાસ્થાન બેટ દ્વારકામાં શનિવારથી તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલા મેગા ઓપરેશન ડિમોલિશનમાં કરોડો રૂપિયાની કિંમતની લાખો ફૂટ જગ્યા પરના ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા છે.

    MORE
    GALLERIES

  • 810

    બેટ દ્વારકામાં સતત છઠ્ઠા દિવસે ફરી રહ્યું છે બુલડોઝર, સાત કરોડથી વધુનું દબાણ કરાયુ દૂર

    ઉલ્લેખનીય છે કે, ઠેર ઠેરથી આ કાર્યવાહીને આવકાર સાંપડી રહ્યો છે. ત્યારે આ બાબતે દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ અને રિલાયન્સ કંપનીના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીએ પોતાના ટ્વીટર પર ટ્વિટ કરી તંત્રનું ધ્યાન દોર્યું છે કે, દ્વારકાના જગત મંદિર તથા તેની આસપાસ પણ ઘણા ગેરકાયદેસર બાંધકામ આવેલું છે, જેના પર ધ્યાન દોરવા માટે ટ્વીટ કર્યુ છે.

    MORE
    GALLERIES

  • 910

    બેટ દ્વારકામાં સતત છઠ્ઠા દિવસે ફરી રહ્યું છે બુલડોઝર, સાત કરોડથી વધુનું દબાણ કરાયુ દૂર

    કિષ્ન ભૂમિ દ્વારકામાં બેટ દ્વારકા ખાતે પેલી ઓકટોબરના રોજથી તંત્ર દ્વારા આ ગેરકાયદેસર દબાણ ઉપર ઓપરેશન ડિમોલિશન શરૂ કરવામાં આવી હતી. જેને આજે છઠ્ઠો દિવસ છે. આ દિવસોમાં તંત્ર દ્વારા બે લાખ ચાલીસ હજાર ફૂટમાં ડિમોલિશન કાર્યવાહી હાથ ઘરવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 1010

    બેટ દ્વારકામાં સતત છઠ્ઠા દિવસે ફરી રહ્યું છે બુલડોઝર, સાત કરોડથી વધુનું દબાણ કરાયુ દૂર

    આ કાર્યવાહી દરમિયાન રાજકોટ રેન્જ આઇ.જી. સંદીપ સિંધ તથા અહીંના જિલ્લા કલેકટર એમ.એ. પંડ્યાએ બોટમાં બેસી અને બેટ દ્વારકાની ખાસ મુલાકાત લીધી હતી.​​​​​​​ જ્યારે સૌરાષ્ટ્રના સમુદ્ર કિનારે ચાલતી ડ્રગ્ઝ સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિ પર પોલીસની બાજ નજર છે.

    MORE
    GALLERIES