દ્વારકા: વાડીનાર પાસે જામનગરની સ્કૂલનાં બાળકો ભરેલી બસ પલટી છે. શાળાનાં બાળકો નરારા ટાપુનાં પ્રવાસે જઇ રહ્યા હતા. તે દરમિયાન જ વાડીનાર પાસે આ બસ પલટી ગઇ હતી. આ બસ અકસ્માતમાં બાળકોને નાની મોટી ઇજા થઇ હતી. બસમાં રહેલા તમામ બાળકોને એમ્બ્યુલન્સ મારફતે વાડીનાર લઇ જવાયા હતા.