મુકુંદ મોકરિયા, દેવભૂમિ દ્વારકા : દેવભૂમિ દ્વારકાના ભાણવડ (Bhanvad Mass Suicide) ગામે આજે એક ચકચારી ઘટના ઘટી છે. આજે સવારે અહીંયા આવેલા કબ્રસ્તાન પાસે સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. અહીંયા દીકરી-માતા-માતાએ (Daughter Mother Grnad Mother Committed Mass Suicide) એકસાથે આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે. મૃતક મહિલાઓ જામનગરની રહેવાસી હોવાનું સામે આવી રહ્યુ છે. પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ છે અને તપાસ શરૂ કરી છે.