Home » photogallery » kutchh-saurastra » Independence Day: દેવભૂમિ દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં તિરંગો લહેરાવ્યો

Independence Day: દેવભૂમિ દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં તિરંગો લહેરાવ્યો

India@75: હાલ આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi Ka Amrut Mahotsav) ચાલી રહ્યો છ ત્યારે સમગ્ર દેશમાં હર ઘર તિરંગા મુહિમ ચલાવવામાં આવી રહી છે. આ પ્રસંગે દ્વારકા (Devbhoomi Dwarka)ના લોકોએ પવિત્ર ગોમતી નદીમાં અલગ જ રીતે તિરંગો લેહરાવ્યો હતો.

  • 16

    Independence Day: દેવભૂમિ દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં તિરંગો લહેરાવ્યો

    દેવભૂમિ દ્વારકા: દેશ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે. આજે (15 ઓગસ્ટ, 2022) દેશભરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દ્વારકા ખાતે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. દ્વારાકની પવિત્ર ગોમતી નદી (Gomti River)ની અંદર ધ્વજ વંદન કાર્યક્રમનું આયોજન થયું હતું. દ્વારકાના ભડકેશ્વર યોગ જૂથ (Bhadkeshwar Yog Group) તરફથી નદીમાં તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. હાલ આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi Ka Amrut Mahotsav) ચાલી રહ્યો છ ત્યારે સમગ્ર દેશમાં હર ઘર તિરંગા મુહિમ ચલાવવામાં આવી રહી છે. આ પ્રસંગે દ્વારકા (Devbhoomi Dwarka)ના લોકોએ પવિત્ર ગોમતી નદીમાં અલગ જ રીતે તિરંગો લેહરાવ્યો હતો.

    MORE
    GALLERIES

  • 26

    Independence Day: દેવભૂમિ દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં તિરંગો લહેરાવ્યો

    આ મામલે ભડકેશ્વર યોગ જૂથના ચેતન જીંદાણીએ જણાવ્યું હતું કે, "સમગ્ર રાષ્ટ્રમાં દેશબંધુની ભાવના જાગી છે ત્યારે આજે અમે રાષ્ટ્રભાવના અને દેશભક્તિને જાગૃત કરવા માટે અમે પવિત્ર ગોમતી નદીમાં તિરંગો લહેરાવ્યો છે. આ પ્રસંગે લોકોને એક જ સંદેશ આપવા માંગીએ છીએ કે જરૂર પડે ત્યારે દેશ સાથે ઊભા રહીને તેને મજબૂત બનાવીએ."

    MORE
    GALLERIES

  • 36

    Independence Day: દેવભૂમિ દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં તિરંગો લહેરાવ્યો

    બીજી તરફ રાજ્યકક્ષાના 76માં સ્વાતંત્ર્ય પર્વ (75th Independence Day celebration in Gujarat) 15 ઓગસ્ટની (15th August Celebration) ઉજવણી અરવલ્લીના મોડાસા ખાતે થઇ હતી. આ પ્રંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ધ્વજ વંદન કરીને રાજ્યાના લોકો માટે મહત્ત્વની જાહેરાતો કરી હતી.

    MORE
    GALLERIES

  • 46

    Independence Day: દેવભૂમિ દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં તિરંગો લહેરાવ્યો

    મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં મોટી જાહેરાત કરતા જણાવ્યુ કે, 'રાજ્યકક્ષાના સાતમા પગાર પંચ મેળવતા નવ લાખ કર્મચારીઓને 1 જાન્યુઆરીથી મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવશે.'

    MORE
    GALLERIES

  • 56

    Independence Day: દેવભૂમિ દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં તિરંગો લહેરાવ્યો

    આ ઉપરાંત રાજ્યના તમામ એનએફએસએ ધારકોને પ્રતિ માસ એક કિલો ચણા આપવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. અત્યારે આ સુવિધા તમામ તાલુકાને નથી મળી રહી.

    MORE
    GALLERIES

  • 66

    Independence Day: દેવભૂમિ દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં તિરંગો લહેરાવ્યો

    મુખ્યમંત્રીએ વધુ એક જાહેરાત કરતા કહ્યુ કે, રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ હાલની આવક મર્યાદામાં વધારો કરવામાં આવશે. જે પ્રતિમાસ 15 હજાર કરવામાં આવશે.

    MORE
    GALLERIES