મુકંદ મોકરિયા, દેવભૂમિ દ્વારકા : દેવભૂમિ દ્વારકામાં હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા એક પરિવારમાં આજે કરૂણાંતિકા સર્જાઈ છે. પરિવારના મોભીએ તેની જ પત્નીનું કાસળ કાઢી નાખ્યું છે. પત્નીની કરપીણ હત્યા કર્યા બાદ પતિએ એસિડ ગટગટાવતા તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.