દેવભૂમિ દ્વારકા: જિલ્લાના બેટ દ્વારકામાં પતિ એ ઉશ્કેરાટમાં આવી પત્નીની હત્યા (husband killed wife) કરી ઘરમાં જ ખાડો ખોદી દાટી બાદમાં આસપાસના લોકો અને બાળકો દ્વારા પૂછવામાં આવતા નાસી ગયા બાદ ઓખા પોલીસ મથકે (okha police station) ફરિયાદ નોંધાઇ હતી. ઓખા મરીન પોલીસ દ્વારા આરોપી પતિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બેટ દ્વારકા ગામમાં રહેતા સાલે સીદીક ચમડિયા તેની પત્ની સાથે રહેતો હતો. જેન 3 સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે જ્યારે બને દીકરાઓ પરણિત છે જ્યારે દીકરીનું સગપણ નકી કર્યું છે ત્યારે સાલે સીદીક અને તેની પત્ની હવાબેન ને છેલ્લા બે વર્ષથી અંદરોઅંદરના ઝઘડાઓ ચાલતા હતા.
ઘરમાં ખાડામાં અંદર દાટી દઈને મોતને ઘાટ ઉતરેલ પત્નીના મૃતદેહને જામનગર ખાતે પેનલ પીએમ અર્થે મોકલી દેવામાં આવ્યો છે સાથે જ ફોરેન્સિક એક્સપર્ટને પણ બોલાવી એફએસએલની ટીમ દ્વારા ઘટના સ્થળ પર નમૂનાઓ લઈને પણ તપાસ શરૂ કરી છે. બાલ આરોપી ઓખા મરીન પોલીસની પકડમાં છે અને ઘટના ની ઝીણવટ ભરી તપાસ ઓખા પોલીસ કરી રહી છે.