મુકુંદ મોકરિયા, દેવભૂમિ દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા (Khambhalia)માં નશામાં ધૂત પોલીસ કર્મચારી (Police Personnel)એ સગીર બાળકોને માર માર્યો (police beat minor boys) હતો. આ ઘટના અંગે પરિવારે પોલીસ ફરિયાદ (police complaint) કરી છે. મીડિયામાં પોલીસ કર્મચારીની કરતુત અંગે અહેવાલ પ્રસિદ્ધ થતાં પોલીસ તંત્ર જાગ્યું હતું. આ ઘટનામાં એસપીએ હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ (Head constable suspended) કરવાનો હુકમ કર્યો હતો.
મળતી માહિતી પ્રમાણે જિલ્લા પોલીસ વડાએ તે હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરતો હુકમ કર્યો છે. ખંભાળિયા સહિત સમગ્ર જિલ્લામાં ચર્ચાસ્પદ બની ગયેલા પ્રકરણમાં પોલીસ અધિક્ષક કચેરી ખાતે ફરજ બજાવતા અને મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વતની એવા હેડ કોન્સ્ટેબલ હસમુખ ભાઈ હીરા ભાઈ પારઘીએ તાજેતરમાં દશેરાની રાત્રે કેફી પીણું પીધેલી હાલતમાં અન્ય એક શખ્સ સાથે નીકળ્યો હતો.