દ્વારકા: રાજ્યમાં હાલ વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતીઓની પહેલી પસંદ શિવરાજપુર બીચ બન્યો છે. ત્યારે ત્યાંના મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. શિવરાજપુર બીચ પર નાહવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જેમાં 1 જૂનથી 31 ઓગસ્ટ સુધી નિર્ણય અમલી રહેશે. આ નિર્ણય ત્રણ મહિના સુધી અમલી રહેશે. તેમાં જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. તથા મોન્સૂન સિઝનના કારણે દરિયો તોફાની હોવાથી નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, બીચ પર ફરવા જવા માટે કોઇ પ્રતિબંધ નથી.
જ્યારે પ્રવાસીઓને ફરવા જવા માટે બીચ ખુલ્લો રહેશે. ચોમાસાને લઈને વહીવટીતંત્ર દ્વારા પ્રવાસીઓની સુરક્ષાને જોતા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. નોંધનીય છે કે, શિવરાજ પુર બીચ વેકેશનમા મોટી સંખ્યામાં લોકો આવે છે અને ત્યાં દરિયાકાંઠે નાહવાનો આનંદ લે છે પરંતુ હવે 31 ઓગસ્ટ સુધી પ્રવાસીઓ આ આનંદ માણી શકશે નહીં.
ભારતે દુનિયાના બ્લુ ફ્લેગ બીચ ધરવતા દેશોમાં સ્થાન મેળવેલુ છે. ભારતના 8 બીચને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો પ્રાપ્ત થયો હતો. જેમાંથી બે બીચ ગુજરાતના છે. એક દિવનો ઘોઘલા બીચ અને બીજો દ્વારકા જિલ્લામાં આવેલ શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો પ્રાપ્ત થયો હતો. દુનિયાના બ્લુ ફ્લેગ બીચો ધરવતા દેશોમાં ભારતે 8 બ્લુ ફ્લેગ બીચ સાથે સ્થાન મેળવી લીધું છે.