ગુજરાતમાં (Gujarat) હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં એટલે રવિવારે સવારે 6 કલાક સુધીમાં 137 તાલુકામાં વરસાદ (Rainfall) નોંધાયો છે. જેમાં સૌથી વધુ દેવભૂમિ દ્વારકાનાં કલ્યાણપુરમાં 5.44 ઇંચ વરસાદ (rain) નોંધાયો છે. અહીં માત્ર બે કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગનાં મતે ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં આગામી ચાર દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ (monsoon) પડી શકે છે. ચોમાસાની સિઝનમાં આ વખતે 123 ટકાથી વધુ વરસાદ સાથે અતિવૃષ્ટીની સ્થિતિ સર્જાઇ છે. જેથી હવે વરસાદનું આગમન ખેડૂતોની ચિંતા વધારી શકે છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગુજરાતમાંથી ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં ચોમાસું સક્રિય થયું છે. હાલમાં મહારાષ્ટ્રના પૂર્વ મધ્ય અરેબિયન સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેના કારણે રવિવારે ગુજરાતનાં અનેક તાલુકામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે, આ આગાહીને કારણે જગતનાં તાતની ચિંતામાં વધારો થયો છે.