અરબી સમુદ્રમાં હળવું દબાણ ઉભું થતા દરિયાઈ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે ત્યારે રાજ્યના દરિયાઈ વિસ્તારમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. જયારે રાજ્યના કેટલાક બંદરો પર સતર્કતાના ભાગ રૂપે એલર્ટ આપતા સિંગ્નલો લગાવવામાં આવ્યા છે ત્યારે દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે જેના પગલે દરિયામાં ભારે કરંટ હોય ગોમતીઘાટ કિનારે 10 ફૂટ ઉંચા મોજા ઉંછળી રહ્યા છે. જેને લઇ તંત્ર દ્વારા સતર્કતાના ભાગરૂપે સહેલાણીઓને દરિયાથી દૂર રહેવા માટે ચેતવણી અપાઇ છે. છતા કેટલાક પ્રવાસીઓ પોતાના જીવ જોખમમાં મૂકી ગોમતીઘાટ પાસે બેસી સેલ્ફીઓ લઇ રહ્યા છે.