દ્વારકા : ભગવાન દ્વારકાધીશના દ્વાર ઉઘડે એ પહેલાં ધ્વજારોહણ માટે મર્યાદિત સંખ્યામાં ભક્તોને છૂટ આપવામાં આવી હતી. જોકે, હવે કોરાના વાયરસનું સંક્રમણ ઓછું થતા આ સંખ્યાની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ આ સંખ્યા કોરોનાના કહેરના કારણે ખૂબ જ મર્યાદિત રાખવામા આવી હતી પરંતુ આજથી ધ્વજા ચઢાવવા માંગતા ભક્તો માટે ખુશીના સમાચાર આવ્યા છે.